દાહોદના પરેલ સી સાઈટમાં 52 વર્ષીય મહિલાએ ઘરના સ્ટોર રૂમમાં પંખાના પાઇપ પર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદના પરેલ સી સાઈટમાં 52 વર્ષીય મહિલાએ ઘરના સ્ટોર રૂમમાં પંખા પર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું…

દાહોદ તા.12

દાહોદ શહેરના પરેલ સી સાઈટ વિસ્તારમાં એક રેલ કર્મચારીની પત્નીએ નજીવી બાબતે સ્ટોરરૂમમાં પંખાની પાઇપ પર દોરી વડે ગળા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના પરેલ સી સાઈટ રેલવે કોલોનીના ક્વાટર નબર 119 ના રહેવાસી ધરમરાજ ડોરેભાઈ સ્વામીની 52 વર્ષીય પત્ની બબીતાબેને નોકરીએથી દરરોજ મોડા આવો છો તે બાબતે પૂછતાં ધરમરાજ દ્વારા કામ હોવાથી મોડું થઇ થઈ જાય છે તેમ કહેતા બબીતાબેન ને મનમાં લાગી આવતા તેઓએ પોતાના ક્વાટર્સમાં આવેલા સ્ટોર રૂમમાં લાગેલા પંખાના પાઇપમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.

 ઉપરોકત બનાવ સંદર્ભે મરણ જનાર બબીતાબેનના પતિ ધરમરાજ સ્વામી એ દાહોદ ટાઉન પોલીસ મથકે જાહેરાત આપતા દાહોદ ટાઉન પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article