બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં કતલખાના સંચાલકો દ્વારા કતલ કરેલા પશુઓના અંગો જાહેરમાં ફેંકતા આવેદનપત્ર અપાયું*
*સુખસરમાં વોડાફોન ટાવર પાસે ફેકાતા પશુ અંગો ઉપર રોક લાવી યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માંગ કરવામાં આવી*
સુખસર,તા.13

સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે ચાલી રહેલા કતલખાનાના સંચાલકો દ્વારા સુખસરમાં વોડા ફોન ટાવર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કતલ કરેલા પશુઓના કેટલાક અંગો જાહેર સ્થળે ફેંકી ગંદકી ફેલાવવામાં આવી રહી હોવા બાબતે તેમજ આ ગંદકીના લીધે રોગચાળો ફેલાવવાની કોશિશ કરાતી હોવાના આક્ષેપ સાથે સુખસરના જાગૃત નાગરિકોએ મામલતદાર સુખસર,સુખસર પી.એસ.આઇ,તથા ગ્રામ પંચાયત સુખસરને આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.
આવેદનપત્રમાં જણાવેલી વિગતો મુજબ સુખસર ગામમાં ગૌવંશ સિવાયના પશુઓની કતલ કરવા માટેના કતલખાના ચાલી રહ્યા છે.અને કતલખાના ચલાવતા કેટલાક ખાટકીઓ દ્વારા કતલ કરેલા પશુ અંગો સુખસરના વોડા ફોન ટાવર પાસે ખુલ્લી જગ્યામાં ફેકી ગંદકી ફેલાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.તેમજ આક્ષેપ કરવામાં આવ્યો છે કે,આ જાહેર જગ્યાએ ગંદકી ફેલાવી રોગચાળો ઉભો કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.અને જણાવ્યું છે કે,કતલ કરેલા પશુઓના અંગો જાહેરમાં નહીં ફેકી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.અને આ આવેદન પત્રથી જાહેરમાં મૃત પશુના ફેકાતા પશુ અંગો બંધ કરવામાં નહીં આવે તો તેવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વોડાફોન ટાવર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પશુ અંગો નાખવામાં આવે છે તે જગ્યા ઉપર ગ્રામ પંચાયતનો કૂવો આવેલ છે.અને આ કૂવામાંથી સુખસર ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અને આ પાણી પીવાથી ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ નજીકમાં જ ધાર્મિક સ્થળ પણ આવેલું છે.તેમ છતાં ખાટકી લોકો લાંબા સમયથી આ જગ્યા ઉપર કતલ કરેલ પશુના નકામા અંગો જાહેરમાં ફેકી ગંદકી ફેલાવી રહ્યા છે. તેમજ આ ગંદકીના કારણે આસપાસમાં રહેતા લોકો દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે.અને જણાવ્યું છે કે.આ જ વિસ્તારમાં ચામડા તથા હાડકાની વખાર પણ આવેલી છે. ત્યારે સુખસરમાં કતલખાના સંચાલકો દ્વારા જાહેરમાં પશુ અંગો ફેંકે નહીં અને દુર્ગંધથી ત્રાહિમામ ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ કરવામાં આવી છે.
