*સુખસર મામલદાર કચેરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવા ઉમેદવારોનો ભારે ધસારો, રાજકીય માહોલ ગરમાયો* *તાલુકાની 18 તાલુકા બેઠકો માટે ભાજપના 27,કોંગ્રેસના 26,આપ પાર્ટીના 17 જ્યારે 1 અપક્ષ મળી કુલ 71 ઉમેદવારો હોય ફોર્મ ભર્યા*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર મામલદાર કચેરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવા ઉમેદવારોનો ભારે ધસારો, રાજકીય માહોલ ગરમાયો*

*તાલુકાની 18 તાલુકા બેઠકો માટે ભાજપના 27,કોંગ્રેસના 26,આપ પાર્ટીના 17 જ્યારે 1 અપક્ષ મળી કુલ 71 ઉમેદવારો હોય ફોર્મ ભર્યા*

*સુખસર તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠક માટે 13 ઉમેદવારી પત્રો ભરાયા*

સુખસર,તા.10

  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગી ચૂક્યા છે.ત્યારે આજે સુખસર ખાતે આવેલી મામલદાર કચેરીમાં ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાના પ્રથમ તબક્કાઓ માંજ મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા.

        ઢોલ-નગારા અને વિજયઘોષ સાથે આગમન સવારથીજ મામલદાર કચેરીનું મેદાન રાજકીય કાર્યકરોથી ઉભરાઈ ગયું હતું.વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો કેસરીયા અને અન્ય પક્ષીય ખેસ ધારણ કરી ઢોલ-નગારાના તાલે અને ગગનભેદી નારાબાજી સાથે કચેરીએ પહોંચ્યા હતા. સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર સુખસર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો હોય તેવું પ્રતીત થતું હતું.જનમેદનીને જોતા અને કોઈ પણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર અને પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.જેથી ઉમેદવારો શાંતિપૂર્ણ રીતે ફોર્મ ભરી શકે.

        આજરોજ સુખસર તાલુકા મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા હતા.જેમાં તાલુકા પંચાયતની 18 બેઠક માટે ભાજપના 27,કોંગ્રેસ પક્ષના 26, આપ પાર્ટીના 17 કુલ મળી 71 ફોર્મ ભરવામાં આવ્યા હતા.જ્યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ભાજપ 5,કોંગ્રેસ 4, આપ પાર્ટીના 4 મળી કુલ 13 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે.બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે તેમ જાણવા મળે છે.

       મામલદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે અધિકારીઓ દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.વહીવટી તંત્રના સુચારુ આયોજનને કારણે ફોર્મ સ્વીકારવાની કામગીરી સરળતાથી સંપન્ન થઈ હતી. આવતીકાલે શનિવારના રોજ પણહજુ પણ વધુ ઉમેદવારો ફોર્મ ભરવા આવશે તેવી શક્યતા છે.જેના પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.સુખસર પંથકમાં તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આ વખતે ખરાખરીનો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આજની આ ભીડ અને સમર્થકોનો જોશ આગામી ચૂંટણીના પરિણામો કેટલા રસાકસી ભર્યા હશે તેની ઝલક આપે છે.

Share This Article