સુખસરમાં હાઈવે માર્ગ ઉપર ખુલ્લા વીજ બોક્સથી જાનહાનિનો ભય:વીજ પોલ ખસેડવા સ્થાનિકોની માંગ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરમાં હાઈવે માર્ગ ઉપર ખુલ્લા વીજ બોક્સથી જાનહાનિનો ભય:વીજ પોલ ખસેડવા સ્થાનિકોની માંગ*

સુખસર,તા.9

 સુખસર ખાતે સંતરામપુર હાઈવે ઉપર કપિલ હિંમતભાઈ કલાલની દુકાન તથા રહેણાંક મકાન આગળ આવેલ વીજ પોલ અને ડિસ્ટ્રિબ્યુશન બોક્સ હાલ ભાયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.ખુલ્લું બોક્સ, બહાર લટકતા વાયર અને જમીન ઉપર ફેલાયેલા કેબલ્સને કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.

જાણવા મળેલી વિગતો મુજબ બોક્સ ખુલ્લુ હોવાથી અંદરના જીવંત વીજ વાયર ખુલ્લા દેખાઈ રહ્યા છે. જે કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. દુકાન આગળ લોકોની સતત અવર-જવર રહે છે.જેના કારણે જાનહાની થવાનો ભય ઊભો થવા પામેલ છે.

     બીજી બાજુમાં નજીકમાં ફોર વ્હીલર વાહનોનું ગેરેજ આવેલું હોવાથી અહીં વાહનોની સતત આવન-જાવન રહે છે. વાહનોની હલચલ દરમ્યાન વાયરને નુકસાન પહોંચવાની અને કરંટ લાગવાની શક્યતા જોવાઈ રહી છે.સાથે સાથે આસપાસમાં રહેતા સ્થાનિકોના નાનાં બાળકો આ ખુલ્લા વીજ બોક્સના જીવંત વીજ વાયર સાથે અકસ્માતે સંપર્ક થાય તો કરંટ લાગવાનો ભય ઉભો થવા પામેલ છે.બાળકો અજાણતા ખુલ્લા વાયર અથવા બોક્સની નજીક જાય તો કોઈપણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા માત્ર મરામત નહીં પરંતુ સમગ્ર વીજ થાંભલાને જ બીજે સલામત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાલની જગ્યા ઉપર થાંભલો રાખવો જોખમી સાબિત થઈ રહ્યો છે.

ગ્રામજનો દ્વારા સંબંધિત વીજ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને વીજ થાંભલો સુરક્ષિત સ્થળે ખસેડવા,બોક્સને બંધ કરવાની અને વાયરિંગને યોગ્ય રીતે ગોઠવવાની માંગ કરવામાં આવી છે.જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ નિવારણ આવી શકે.

Share This Article