બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી પાસે કાર ખીણમાં ખાબકી:જાનહાનિ ટળી*
સુખસર,તા.7

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરી નજીક સોમવારના રોજ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અરજદાર ચૂંટણી સંબંધિત દસ્તાવેજોના કામ માટે ફતેપુરા મામલતદાર કચેરીએ આવ્યા હતા. ત્યારે તેમની કારનું બ્રેક ફેલ થતા વાહન અચાનક ઢાળ તરફ સરક્યું હતું.કાર અંદાજે 100 ફૂટ નીચે ખીણમાં ખાબકી ગઈ હતી.અને સ્કોર્પિયો કાર ઊલટો કાર સાથે ટકરાઈ હતી.અકસ્માતમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાવા પામી નથી.ઘટનાના પગલે સ્થાનિક સ્તરે બંને પક્ષોએ સમજૂતી કરી મામલો ઉકેલી લીધો હોવાથી કોઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
હાલમાં ચૂંટણી સંબંધિત દસ્તાવેજોની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મામલતદાર કચેરી ખાતે વાહનોની અવરજવર વધી છે.જેના કારણે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે વાહન ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી જણાય છે.
