બાબુ સોલંકી:- સુખસર
*સુખસરમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ કિરીટભાઈ રાઠવાને સોપાયો*
*સુખસર તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળતા રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ ફુલહારથી સ્વાગત કર્યું*
( પ્રતિનિધિ ) સુખસર,તા.3
લાંબા સમયથી તાલુકાના પડતર પ્રશ્નોના નિરાકરણ અને ગ્રામીણ કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા સુખસર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ કિરીટભાઈ કે.રાઠવાને સોંપવામાં આવ્યો છે.તેઓ અગાઉ જિલ્લા પંચાયત કચેરી છોટા ઉદેપુર ખાતે વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ફરજ બજાવતા હતા.તેઓ હવે સુખસર તાલુકા વિકાસ અધિકારી તરીકે કામગીરી સંભાળશે.
આ અવસરે રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.દ્વારા તેમનું ફુલહાર પહેરાવી હાર્દિક સ્વાગત કરાયું હતું. અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે,તાલુકા વિકાસ અધિકારી રાઠવાની કાર્યશૈલીથી સુખસર તાલુકાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈ મળશે અને છેવાડાના માનવી સુધી સરકારી લાભો પહોંચાડવાની પ્રક્રિયામાં ઝડપ આવશે.જો કે સુખસર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટી સુધારાની જરૂરિયાત વર્તાઈ રહી હતી.અને ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ જેવી કે,રસ્તા,પાણી અને અન્ય કામોમાં ઝડપ આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી હતી. તાલુકા વિકાસ અધિકારી રાઠવાના ચાર્જ સંભાળતા સ્થાનિક કાર્યકરો અને ગ્રામજનોમાં પણ સકારાત્મક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનાર સમયમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન સાંધીને પેન્ડિંગ ફાઈલો અને વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.
