રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત બેઠક પર પિતા-પુત્રે દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાયા..
દાહોદ તા. ૨
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ હતીં અને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે તેવા સમયે ભાજપા દ્વારા ગરબાડા તાલુકાની જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત સીટના ઉમેદવારોની સેન્સ લેવા નિરીક્ષકોની ટીમ દાહોદ ખાતે મોકલી હતી. જ્યાં દાહોદમાં ભાજપના મુખ્યાલય કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત લડવા માટે 5 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી જેમાં ગરબાડા તાલુકાના નીમચ ગામના પિતા/પુત્ર એ પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે દાવેદારી નોંધાવતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.ગરબાડા તાલુકાના હાલ નિમચ ગામના ભારતાભાઈ નાનાભાઈ અમલીયાર તથા તેઓના પુત્ર વિજયભાઈ ભારતભાઈ અમલીયાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે.જેમાં ભારતાભાઈ અમલીયાર જે ઓની ઉંમર 57 વર્ષ છે અને તેઓનો અભ્યાસ બીએ બી.એડ છે તેઓ છેલ્લા 37 વર્ષથી ભાજપમાં છે. અને તેઓ વર્ષ 2005 માં ઝરીબુઝર્ગ તાલુકા પંચાયત સભ્ય અને ગરબાડા બાંધકામ સમિતિના ચેરમેન તથા વર્ષ 2015માં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે.અને હાલમાં સાર્વજનિક નવયુગ પ્રગતિ મંડળ તથા નિમચ દૂધ ઉત્પાદક મંડળી અને ગરબાડા તાલુકા મજુર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય છે.જોકે તેઓના પુત્ર વિજયભાઈ અમલીયાર તેઓની ઉંમર 28 વર્ષ છે અને તેઓ અભ્યાસ બી.ઇ સિવિલ તેમજ હાલમાં એલ.એલ.બીનો અભ્યાસ કરી રહ્યા છે.તેઓને રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ સૌથી નાની વયના નિમચ ગામના સરપંચ તરીકે ગ્રામ પંચાયતની સરપંચ ની ચૂંટણીમાં 2021 માં 107 મત થી વિજય થયા હતા અને અને તેઓ તાલુકામાં સૌથી નાની વયના અને સૌથી વધારે ભણેલા સરપંચ બન્યા છે આમ ગરબાડા તાલુકાની ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની સીટ પર પિતા અને પુત્ર એ ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
