દાહોદ સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે ઝાયડસ હોસ્પિટલમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે ઝાયડસ હોસ્પિટલમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું

દાહોદ તા.૩૧

વિશ્વ-વીરલ-વિભૂતિ શ્રમણ ભગવાન મહાવીર-જન્મ-કલ્યાણક તથા યુગ પુરુષ, જિન શાસન ગૌરવ, આચાર્ય પૂજ્ય શ્રી ઉમેશમુનિજી મહારાજ “અણુ” ની દીક્ષા જયંતી ચૈત્ર શુક્લ ૧૩ ની ઉજવણી ના ભાગ રૂપે ઝાયડસ હોસ્પિટલ પરિસરમાં મિષ્ઠાન (બુંદી) પ્રસાદનું વિતરણ દાહોદ સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આજરોજ તારીખ ૩૧ માર્ચ ૨૦૧૬ મંગળવારે મહાવીર-જન્મ-કલ્યાણક ની સમગ્ર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહાવીરદેવ જૈન પરંપરાના વર્તમાન ચોવીસ તીર્થંકરો પૈકી અંતિમ તીર્થંકર છે. ભગવાન મહાવીર દ્વારા ઉપદેશિત “अहिंसा-परमोधर्म ” , ”जिओ और जीने दो” , क्षमा विरस्य-भूषणम् જેવા સૂત્રો દ્વારા જન-સાધરણ ની શાંતિ-સમાધિ અને સૌહાર્દ માટે સુવર્ણ વાક્યો છે. જૈન ધર્મ ના પાંચ મૂળભૂત નિયમો અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અને અપરિગ્રહ માનવ જાત ના કલ્યાણ માટે યથાર્થ પથદર્શન કરે છે. વિશ્વ ની તમામ સમસ્યાઓનું સમાધાન આ નિયમોમાં છુપાયેલ છે. ચૈત્ર સુદી ૧૩ ના રોજ જિનશાસન જ્ર્યોતિધર, યુગ પુરુષ આચાર્ય પૂજય શ્રી ઉમેશમુનિજી મહારાજ “ અણુ” ની તેમજ દાહોદ ગૌરવ સંત રત્ન પૂજ્ય શ્રી અતિશયમુનિજી મહારાજ ની દીક્ષા તિથિ પણ છે. આ અવસરે સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા ઝાયડસ હોસ્પિટલ પરિસર માં કર્મચારી-ગણ તેમજ દર્દીઓ ના સગા-સ્વજનો માં મિષ્ઠાન(બુંદી) નો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

Share This Article