સુખસર તાલુકાના ટાઢીગોળી પ્રાથમિક શાળાના આચાર્યનો ભવ્ય વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો* *38 વર્ષની નિષ્કલંક શૈક્ષણિક સેવા બાદ આચાર્યને ગ્રામજનો અને સ્ટાફ દ્વારા ભાવભરી વિદાય અપાઈ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના ટાઢીગોળી પ્રાથમિક શાળાના આચાર્યનો ભવ્ય વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો*

*38 વર્ષની નિષ્કલંક શૈક્ષણિક સેવા બાદ આચાર્યને ગ્રામજનો અને સ્ટાફ દ્વારા ભાવભરી વિદાય અપાઈ*

સુખસર,તા.30

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ટાઢીગોળી પ્રાથમિક શાળા ખાતે ગત શનિવાર, 28 માર્ચ 2026ના રોજ આચાર્ય લખજીભાઈ હેંગાભાઈ ચરપોટનો વયનિવૃત્તિ સન્માન સમારોહ અત્યંત ભાવસભર અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.શિક્ષણ ક્ષેત્રે 38 વર્ષની દીર્ઘ અને સમર્પિત સેવાઓ પૂર્ણ કરી નિવૃત્ત થઈ રહેલા આચાર્યના માનમાં આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો,સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

        કાર્યક્રમની શરૂઆત કુમારીકાઓ દ્વારા સ્વાગત ગીત અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતુ.શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આચાર્યશ્રીનું શાલ,સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.વિદાય પ્રસંગે આચાર્યને ગાડીમાંબેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.જેમાં ગ્રામજનો અને સ્ટાફ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

         આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તા.પ્રા.શિ.અ. (TPEO) શ્રી ગીરીવર સિંહ પુંવાર,બી.આર.સી. કો-ઓર્ડિનેટર મુકેશભાઈ પટેલ,ઓમ શાંતિ કેન્દ્રના નીતા દીદી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વક્તાઓએ આચાર્યની કર્તવ્યનિષ્ઠા અને શાળાના વિકાસમાં તેમના ફાળાને બિરદાવતા તેમને એક ‘આદર્શ શિક્ષક’ તરીકે ઓળખાવ્યા હતા.

        38 વર્ષના સંસ્મરણો વાગોળતા આચાર્ય લખજીભાઈ ભાવુક બન્યા હતા.અને તેમણે તમામ સ્ટાફ મિત્રો તથા ગ્રામજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ આમંત્રિતો માટે સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવાર અને ગ્રામજનોના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું.

Share This Article