પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસના મહત્વ વિશે જાણીએ…!* *હ્યુમસ એટલે જીવન દ્રવ્ય, જમીનની ઉત્પાદન ક્ષમતા*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વડાવે :- દાહોદ 

*પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસના મહત્વ વિશે જાણીએ…!*

*હ્યુમસ એટલે જીવન દ્રવ્ય, જમીનની ઉત્પાદન ક્ષમતા*

દાહોદ તા. ૨૫

પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસનું નિર્માણ થવું ખુબ જ અગત્યનું છે. હ્યુમસ એટલે જીવન દ્રવ્ય, જમીનની ઉત્પાદન ક્ષમતા, જમીનનો ઉપરનો ૪-૫ ઇંચનો ભાગ. આપણે હ્યુમસનું નિર્માણ ક્યારે થાય એ વિશે જાણીશું. હ્યુમસના નિર્માણમાં કુદરતી મલ્ચીંગ જેમાં વેલાવાળા શાકભાજી, ધાન્ય પાકના પરાળ, કઠોળ પાકના પાંદડા-ડાળી વગેરે અને દેશી ગાયનું છાણ એ મહત્વનો ભાગ ભજવે છે.

કુદરતી મલ્ચીંગથી જમીન ઢંકાઈ જાય એટલે જમીન ઉપર અંધારું અને ઠંડક રહે છે. એવા વાતાવરણમાં જમીનમાં ૨૫-૩૦ ફૂટ ઊંડે બધા જ પોષક તત્વો હોય છે. જમણી ઉપર અંધારું અને ઠંડકવાળું વાતાવરણ મળતાં નીચેના બેક્ટેરિયા ઉપર આવે છે અને નીચેના બધા જ પ્રકારના પોષક તત્વો છોડના મૂળને આપે છે એટલે કોઇપણ પ્રકારના પોષણ તત્વો બહારથી લાવવા પડતા નથી. એમાં જીવામૃત આપવાથી અ બેકટેરિયાની કામગીરી બે ગણી વધી જાય છે. એ માટે હ્યુમસ નિર્માણ જરૂરી છે. 

હ્યુમસ એ જમીનની ફળદ્રુપતાનો આધારસ્તંભ છે. તે ખેતરના કચરા (આચ્છાદન) ના કોહવાણથી બનતો ઘેરા રંગનો કાર્બનિક પદાર્થ છે, જે જમીનમાં ભેજ સંગ્રહવા, પોષકતત્વો પૂરા પાડવા અને અળસિયાની પ્રવૃત્તિ વધારીને જમીનને છિદ્રાળુ અને ફળદ્રુપ બનાવે છે, જેનાથી રાસાયણિક ખાતર વગર જ ઉત્પાદન વધે છે. હ્યુમસ જમીનમાં અળસિયા અને ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા વધારે છે, જે જમીનને છિદ્રાળુ બનાવી હવાની અવરજવર વધારે છે. 

ખેતરમાં પાકના અવશેષો, પાંદડા કે પાળા પરનું ઘાસ જમીન પર પાથરવાથી (આચ્છાદન) તે કોહવાઈને હ્યુમસ બને છે. પ્રાકૃતિક ખેતીમાં “આચ્છાદન” દ્વારા જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને વાપ્સા (Waapsa) સ્થિતિ સર્જાય છે, જે હ્યુમસના નિર્માણ માટે અતિ આવશ્યક છે. હ્યુમસ એક કાર્બનિક ખાતર છે જે ફળદ્રુપતા, પાણીની જાળવણી અને જમીનની રચનામાં સુધારો કરે છે.

હ્યુમસનું ઉત્પાદન કરવા માટે કાર્બનિક કચરો, કેલિફોર્નિયાના લાલ કૃમિ અને નિયંત્રિત ભેજની સ્થિતિની જરૂર પડે છે. હ્યુમસનો ઉપયોગ ઉત્પાદનમાં વધારો કરે છે, ફળોના કદ અને ગુણવત્તામાં સુધારો કરે છે અને રાસાયણિક ખાતરો પર રહેલી નિર્ભરતા ઘટાડે છે.

Share This Article