રાહુલ ગારી :- ગરબાડા
મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લગ્ન પ્રસંગમાં આવેલ યુવક તળાવમાં ડૂબ્યો : 24 કલાક વીતવા છતાં યુવકનો મૃતદેહ ના મળ્યો , NDRF તેમજ ગરબાડા પોલીસની ટીમ તળાવનો ચપ્પો ચપ્પો ખૂંધ્યો.
ગરબાડા તા. ૨૪
ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામમાં આવેલા ઢાકિયા ફળિયાના તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી રહી છે આ ઘટના ગઈકાલે બપોરે આશરે 12 વાગ્યે બની હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી.

જેમાં 17 વર્ષે યુવક તળાવમાં ડૂબ્યો હોવાના 24 કલાક વીતી ગયા હોવા છતાં , ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. એન.ડી.આર.એફ ની ટીમ 24 કલાકથી યુવાનને તળાવમાં શોધી રહી છે અને તળાવનો ચપ્પો ચપ્પો શોધવાનો પ્રયત્ન હાથ ધરી રહી છે પરંતુ યુવક હજી મળે આવ્યો ન હતો.
મળતી વિગતો અનુસાર 17 વર્ષે યુવક પંકજભાઈ પીદીયા માવી છે તે મધ્ય પ્રદેશ રાજ્યના ઝાબુઆ જિલ્લાના રાણાપુરના ( પાડળવા ) ગામનો રહેવાસી છે. પંકજભાઈ ઝરી બુઝર્ગમાં પોતાની ફોઈના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો.
અને જાન જવાના સમયે તળાવમાં નાહવા ઉતર્યો હતો તળાવમાં નાહવા ઉતરતી વખતે તે અચાનક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ આજુબાજુના સ્થાનિક લોકો તેમજ સગા સંબંધીઓને થતા યુવકનો મૃતદેહ શોધવા માટે ફાયર ઈમરજન્સી ટીમ તથા ગરબાડા પોલીસની ટીમ દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે મામલતદારની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહી છે.
આ ઘટનાને કારણે લગ્ન પ્રસંગમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારજનોમાં શોકનો માહોલ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને એનડીઆરએફ ની ટીમ આધુનિક ટેકનોલોજી ની મદદથી પણ આ યુવકના મૃતદેહને શોધવાની તમામ પ્રકારની કામગીરી હાથ ધરી રહી છે. પરંતુ હજી સુધી આ યુવક નો પતો મળ્યો ન હતો.
