બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા-સુખસર તાલુકાના ગામોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું*
*વિશ્વ જળ દિવસ કાર્યક્રમની ઢોલ નગારા અને પાણીના સ્ત્રોતની આરતી પૂજન સાથે ઉજવણી કરવામાં આવી*
સુખસર,તા.22

સુખસર તથા ફતેપુરા તાલુકામાં 22 માર્ચ 2026 ના રોજ વાગવાડલા, રાવળનાવરુણા,ઢઢેલા,ડુંગરાના પાણી,લખણપુર,કુંડલા ગામોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા ઢોલ,નગારા સાથે વિશ્વ જળ દિવસ કાર્યક્રમની પાણીના સ્ત્રોતની આરતી પુજન સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ ગામોમાં સંગઠનના સભ્યો દ્વારા વિશ્વ જળ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેમજ “જલ હી જીવન હૈ,જલ છે તો કાલ” છે,એ વાતને ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં પાણીની અછતને પહોંચી વળવા માટે પાણીનો બચાવ કરવા માટે વિવિધ પ્રકારના ઉદાહરણો અને દાખલાઓ આપી ગ્રામ્ય જનતાને વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી.આ સાથે વાગ્ધારા સંસ્થાના ખંડ સહજકર્તા ગીરીશભાઈ પટેલ દ્વારા પાણીનું મહત્વ ગણતરી દ્વારા સમજાવવામાં આવ્યું હતુ. દરેક ઘરના તમામ સભ્યોને દિવસમાં કેટલું પાણી જોઈએ?ધરમા રાખવામાં આવતા પશુઓને દિવસમાં કેટલું પાણી જોઈએ?મહિનામાં કેટલું પાણી જોઈએ?અને વર્ષમાં કેટલું પાણી જોઈએ?અને આ પાણીની કિંમત કેટલી થાય?તે ગણતરી કરી અને વિસ્તાર પૂર્વક ગામના ભાઇ-બહેનો અને બાળકોને સમજાવવામાં આવ્યા હતા.સાથે પાણીનો બચાવ કરવા માટે કુવા રિચાર્જ કરવા,હેડ પંપ રિચાર્જ કરવા,ખેતરોમાં છાણીયા ખાતરનો ભરપૂર ઉપયોગ કરવો,ખેતરની ફરતે માટીપાળા બંધાવવા,ઓછાં પાણીથી પાકતી અનાજની ખેતી તેમજ બિન જરૂરી ફુવા,હેડ પંપ જે બંધ પડેલા છે તેમને પુન: જીવીત કરવા માટેના ઉપાયો બતાવવામાં આવ્યા હતા. ગામોમાં તળાવો,કુવાઓ,નેહરોનું જીર્ણોદ્ધાર કરી વરસાદનું પાણી એકત્રિત કરી તેનો ઉપયોગ કરવો જોઈએ તથા તળાવ,નદીના પાણીનો દુર ઉપયોગ ઓછો કરવા સમજણ આપવામાં આવી હતી.
ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા દ્વારા ગામ વાગવડલામાં ઉપસ્થિત રહી પાણીને બચાવવા માટે ઘણા બધા ઉદાહરણો આપી અને પાણીનો સદુપયોગ કરવા માટે ભક્તિ લાઈનથી જોડીને ગ્રામ્ય વિસ્તારના ભાઈ-બહેનોને વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.સાથે-સાથે સમાજમાં દિવસે દિવસે વધતા કુરિવાજોને ઓછા કરવા માટે લોકોને ખૂબ વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી. શંકરભાઈની વાતને સાંભળવા માટે ગ્રામજનોએ ઘણો બધો સમય આપ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગેશભાઈ પારગી, સૂરેખાબેન પારગી,છગનભાઈ ડામોર, સુમિત્રાબેન ગરાસીયા ,તેરસિંગભાઈ મછાર,રમેશભાઈ મકવાણા, મડીયાભાઈ સંગાડાએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
