બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના નાની ચરોળી ગામે રામદેવપીરે મંદિર વાર્ષિકોત્સવ ની ઉજવણી કરાઈ*
*આદિવાસી સમાજ નો ઇતિહાસ ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વિગેરે બાબતે ઉપસ્થિત લોકોને સમજ આપવામાં આવી*
સુખસર,તા.21

ફતેપુરા તાલુકાના નાની ચરોળી ગામે આજુબાજુના ગામડાઓના ભક્તો સંતો-ભાઈઓ અને બહેનો માટે આસ્થાનું રામદેવજી મહારાજ મંદિરનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સૌપ્રથમ સવારે 10:15 કલાકે દવજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાંજના 6 થી 9 કલાક દરમિયાન ભોજન પ્રસાદ અને 9.15 કલાકથી પૂજા પાઠ અને આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આજુબાજુના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં ભક્તો,સંતો અને ભજન મંડળીઓ હાજર રહીને ભજનોની રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમમાં ફતેપુરા શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી પણ હાજર રહ્યા હતા.ખાસ વિશેષ ઉપસ્થિત સમાજના ઉત્થાન માટે સતત રાત દિવસ મહેનત કરતા શંકરભાઈ કટારા ઉપસ્થિત રહીને આદિવાસી સમાજ નો ઇતિહાસ,ગુરુ ગોવિંદનો ઇતિહાસ,ભક્તિ એટલે શું?ભક્તિ કેવી રીતે કરવી?આદિવાસી સમાજમાં હાલના સમયમાં ભક્તિ કેવી રીતે કરે છે,સાથે શિક્ષણનું મહત્વ,બાળકોના શિક્ષણની હાલની સ્થિતિ અને ખાસ વ્યસન અને ફેશનથી દૂર રહીને બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવા આહ્વાન કરવામાં આવ્યું હતુ.ભીલ સમાજ લગ્ન બંધારણનો અમલ કરવા માટે તમામ સૂચન કરવામાં આવ્યું હતુ.આ રીતે રામદેવજી મહારાજના મંદિરનો પાંચમો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
