*સુખસર તાલુકાના સાઈ નર્સિંગ કોલેજ પાડલીયા યોગ ટ્રેનર ક્લાસમાં લીમડાના રસનું વિતરણ કરાયું* *લીમડાનો રસ પીવાથી શરીરને થતા ફાયદા વિશે જાણકારી આપવામાં આવી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના સાઈ નર્સિંગ કોલેજ પાડલીયા યોગ ટ્રેનર ક્લાસમાં લીમડાના રસનું વિતરણ કરાયું*

*લીમડાનો રસ પીવાથી શરીરને થતા ફાયદા વિશે જાણકારી આપવામાં આવી*

સુખસર,તા.21

   સુખસર તાલુકાના સાઈ નર્સિંગ કોલેજ પાડલીયા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ક્લાસ યોગકોચ શંકરભાઈ કટારા દ્વારા દરરોજ 5.15 થી 7:15 કલાક દરમ્યાન ચલાવવામાં આવે છે.જેમાં દીકરીઓને યોગનું પ્રેક્ટીકલ અને થિયરી શીખવવામાં આવે છે.પ્રેક્ટીકલ માં સૂક્ષ્મ ક્રિયાઓ,યોગિંગ,જોગિંગ, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ શીખવવામાં આવે છે.થિયરીમાં પ્રાર્થના,પંચ તત્વો,પંચ કોષ શટકર્મ અષ્ટાંગયોગ જેવી બાબતો શીખવવામાં આવે છે.સાથે જ દીકરીઓને શિક્ષણ અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.દીકરી તરીકે કેવી રીતે રહેવું?અને જીવનમાં કેવી રીતે આગળ વધવું તથા વ્યસન અને ફેશનોથી દૂર રહી કેવી રીતે સંસ્કારી બનવું?જેવી બાબતોનો ખૂબ સુંદર રીતે દ્રષ્ટાંતો અને ઉદાહરણો સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે આજ રોજ ચૈત્ર માસનું મહત્વ આરોગ્ય માટે તેનું શું મહત્વ છે?તથા લીમડાનો રસ પીવાથી તથા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં લીમડાના રસથી લોહીની શુદ્ધિકરણ થાય છે, શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટે છે,ચામડીના રોગ દૂર થાય છે,ડાયાબિટીસ જેવા રોગો પણ દૂર થાય છે જેવી માહિતી આપવામાં આવી રહી હતી.અને તમામ દીકરીઓ સાથે મળી લીમડાનો રસ પીવામાં આવ્યો હતો.આ એક માસના યોગ ટ્રેનર ક્લાસ પછી આ દીકરીઓને યોગ શિક્ષકનું પ્રમાણપત્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે.

Share This Article