સુખસર ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં ઉજવાયો* *મુસ્લિમ બિરાદરોએ દેશમાં એકતા અખંડિતતા અને પ્રતિષ્ઠામાં વધારા સાથે અને સમાજની સુખ શાંતિ માટે દુઆ કરી ઈદની ઉજવણી કરી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં ઉજવાયો*

*મુસ્લિમ બિરાદરોએ દેશમાં એકતા અખંડિતતા અને પ્રતિષ્ઠામાં વધારા સાથે અને સમાજની સુખ શાંતિ માટે દુઆ કરી ઈદની ઉજવણી કરી*

સુખસર,તા.

 મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે.જે ઈદ દુલ ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે.તે રમજાન પર્વ શાંતિ અને ઉત્સાહ્મ પૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ સવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા મનાવવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ સુખસરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ગળે લાગીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદગાહમાં મોલાના દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલ-ફિત્રના મહિમા વિશે બયાન કર્યું હતું.બયાનના સમાપન બાદ નમાજ ભારત દેશ સહિત વિશ્વભરમાં અમન,ચેન અને શાંતિ બની રહે તેવી દુઆ ગુજારી એકબીજાને ગળે મળી ઈદની મુબારક પાઠવી હતી.

         સુખસર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદનો પવિત્ર તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.વહેલી સવારે મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અને દેશ-સમાજની સુખ-શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી.

નમાઝ બાદ લોકો એકબીજાને ગળે મળી “ઇદ મુબારક” પાઠવી શુભેચ્છાઓ આપી હતી.ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ભાઈ ચારાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું.બંને સમુદાયના લોકો એકબીજાના ઘરે જઈ મળ્યા હતા.ઇદની શુભકામનાઓ પાઠવી સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને મીઠાઈઓ તેમજ વિવિધ વાનગીઓનો આનંદ માણવામાં આવ્યો હતો.તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેના કારણે સમગ્ર વિસ્તાર શાંતિપૂર્ણ રહ્યો હતો.

આ રીતે સુખસર ખાતે ઇદનો તહેવાર સૌહાર્દ,એકતા અને આનંદ સાથે ઉજવાયો હતો.

Share This Article