*સુખસર તાલુકાના હડમત ગામના 26 વર્ષીય યુવાનની લાશ ગામની* *નદીમાંથી મળી આવતા પરિવારમાં હાહાકાર* *મૃતક યુવાન ગુરૂવાર સવારના આઠેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતા બીજા દિવસે લાશ મળી આવી*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર તાલુકાના હડમત ગામના 26 વર્ષીય યુવાનની લાશ ગામની* *નદીમાંથી મળી આવતા પરિવારમાં હાહાકાર*

*મૃતક યુવાન ગુરૂવાર સવારના આઠેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતા બીજા દિવસે લાશ મળી આવી*

સુખસર,તા.20

સુખસર તાલુકા પોલીસ હદ વિસ્તાર માંથી અવાર-નવાર કુવા,નદી,નાળા તેમજ નિર્જન જગ્યાએથી લાશો મળી આવવાના બનાવો સાવ સામાન્ય બાબત બની ચૂકી છે.તેવીજ રીતે આજરોજ વધુ એક બનાવ સુખસર તાલુકાના હડમત ગામના 26 વર્ષીય યુવાન ગતરોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહીં જતા આજરોજ સવારના હડમત ગામની નદીમાંથી મોઢા ઉપર ઇજાઓ સાથે લાશ મળી આવતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.

        જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના હડમત ગામના શિરા ફળિયામાં રહેતા ચારેલ સુક્રમભાઈ નાથુભાઈ(ઉંમર વર્ષ આશરે.26)નાઓ ખેતીવાડી તથા છૂટક કામધંધો કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓને સંતાનમાં એક પુત્ર પણ છે.જ્યારે સુક્રમભાઈ ચારેલ ગુરૂવારના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક ગયા હતા. અને તેના મોબાઈલ ઉપર કોલ કરવા છતાં કોલ રિસીવ કરવામાં આવ્યો ન હતો.ત્યાર બાદ મોદી સાંજ સુધી પરત ઘરે નહીં આવતા ગામમાં કે કોઈ સગા સંબંધીમાં ગયેલ હશે તેમ ઘરના સભ્યોએ માની શોધ ખોળ કરેલ ન હતી.ત્યારબાદ આજરોજ સવારના મૃતક સુક્રમભાઈના ભાઈ દિનેશભાઈ નદી બાજુ વાળા ખેતર તરફ ગયેલા ત્યારે ખેતરની નજીક આવેલ ચેકડેમ ઉપર સુક્રમભાઈના ચપ્પલ જોવા મળ્યા હતા.ત્યારે ચેકડેમ ઉપર જઈ જોતા શુક્રમભાઈની લાશ નદીના ચેકડેમના તળિયે પાણી વિનાની પથરાળ જગ્યામાં પડેલી જોવા મળી હતી.આ વાતની ઘરના સભ્યોને જાણ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.અને તેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.સુખસર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશના પંચનામા બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી આપી હતી.

       નોંધનીય છે કે,મૃતક યુવાન દારૂનો વ્યસની હોવા બાબતે પોલીસમાં જાહેરાત આપનાર મૃતકના ભાઈએ કેફિયત જણાવી છે.અને આ હકીકત સત્ય હોઈ શકે.પરંતુ પ્રશ્ન એ છે કે મૃતક યુવાન ચેકડેમ ઉપર નિર્જન જગ્યાએ કેમ ગયો? કોઈપણ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેના ચંપલ ઉતારીને આત્મહત્યા કરે તેમ માની લેવું યોગ્ય નથી.જો આ મૃતક યુવાન અકસ્માતે ડેમની દીવાલ ઉપરથી નીચે પટકાયો હોય તો તેના ચપ્પલ ડેમની દિવાલ ઉપર કેવી રીતે?તેવા અનેક પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે.

        ઉપરોક્ત બાબતે મૃતકના ભાઈ હસમુખભાઈ નાથુભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article