31 ઑગસ્ટથી શરૂ થયેલી Dial 112 જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા માટે સતત સેવા આપી રહી છે. હાલ દાહોદ જિલ્લામાં કુલ 23 PCR Van (24×7) સેવા આપી રહી છે, જે જિલ્લા સુરક્ષા માટે કટીબદ્ધ છે.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

31 ઑગસ્ટથી શરૂ થયેલી Dial 112 જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા માટે સતત સેવા આપી રહી છે.

હાલ દાહોદ જિલ્લામાં કુલ 23 PCR Van (24×7) સેવા આપી રહી છે, જે જિલ્લા સુરક્ષા માટે કટીબદ્ધ છે.

દાહોદ તા. ૧૭

🚔 Dial 112 — જનરક્ષક સેવા 

📅 તારીખ: 16-03-2026

⏰ સમય: 17:58

📍 સ્થળ: કાળી તળાઈ

આજે 17:58 વાગ્યે Dial 112 કંટ્રોલ રૂમ પર એક કોલ પ્રાપ્ત થયો.

કોલની માહિતી મુજબ:

જિલ્લો: દાહોદ

તાલુકો: લિમખેડા

ગામ: વટેડા

માહિતી મળતાં જ Dial 112 જનરક્ષક ટીમ તરત જ સ્થળ માટે રવાના થઈ. ફરજ પર રહેલ PC વિજયભાઈ ડામોર અને પાઇલોટ દિનેશ પટેલ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફરિયાદી પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના ભાઈ ખુમાનસિંહ સાથે જૂની અદાવતને કારણે કલાભાઈ તથા તેમના પરિવાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

ટીમ દ્વારા સ્થળ પર પહોંચી સમજાવટ પૂર્વક બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવી, ખુમાનસિંહને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા.

આ કામગીરી બદલ પ્રકાશભાઈ તથા તેમના પરિવાર દ્વારા Dial 112 જનરક્ષક ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

📍 લોકેશન: કાળી તળાઈ (દાહોદ) Dial 112 – જનતાની સુરક્ષા, આપણી પ્રતિબદ્ધતા

Share This Article