સુખસર તાલુકાના ઘાણીખૂટના પાંચ વર્ષીય માસુમ બાળકને ધારી તાલુકાના મણાવા ગામે સિંહણે ફાડી ખાધો* *મંગળવાર સાંજના સાત વાગ્યાના અરસામાં માતા-પુત્ર બેઠા હતા ત્યારે સિંહણે બાળકને થાપા ઉપર બચકું ભરી બાજરીના ખેતરમાં ખેંચી ગયો*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર તાલુકાના ઘાણીખૂટના પાંચ વર્ષીય માસુમ બાળકને ધારી તાલુકાના મણાવા ગામે સિંહણે ફાડી ખાધો*

*મંગળવાર સાંજના સાત વાગ્યાના અરસામાં માતા-પુત્ર બેઠા હતા ત્યારે સિંહણે બાળકને થાપા ઉપર બચકું ભરી બાજરીના ખેતરમાં ખેંચી ગયો*

સુખસર,તા.11

  દાહોદ જિલ્લાના મોટાભાગના શ્રમિક લોકો વર્ષ દરમ્યાન અમદાવાદ, ગાંધીનગર,કાઠીયાવાડ વિગેરે વિસ્તારોમાં બાળ બચ્ચાઓ સાથે રોજી રોટીની શોધમાં જતા હોય છે. જેમાં કેટલાક શ્રમિકો ખેતીવાડીમાં ભાગીયા તરીકે રહી ખેતી કામ કરતા હોય છે.તેવી જ રીતે સુખસર તાલુકાના ઘાણીખુટ ગામના એક દંપતીએ ધારી તાલુકાના મણાવા ગામે ખેતી કામમાં ભાગીયા તરીકે કામ કરતા દંપતીના પાંચ વર્ષિય બાળકને મંગળવાર સાંજના સમયે સિંહણે બાજરીના ખેતરમાં ઉઠાવી લઈ જઈ ફાડી ખાધો હોવાનો બનાવ બનવા પામેલ છે.

      પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના ઘાણીખુટ ગામે રહેતા ઈશ્વરભાઈ રામાભાઈ કટારાના ઓને સંતાનમાં ત્રણ પુત્રો તથા એક પુત્રી હતી અને તેઓ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મણાવા ગામે રામકુભાઈ વલકુભાઈ વાળાના ઓની ખેતીમાં ભાગીયા તરીકે રહી ખેતી કામ કરતા હતા.અને પત્ની દિપીકાબેન તથા બાળકો સાથે ખેતરની વાડીમાં આવેલ ઓરડી ઉપર રહેતા હતા.જ્યારે મંગળવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં માતા દીપિકાબેન તથા ચોથા નંબરનો પુત્ર ધવલભાઈ(ઉંમર વર્ષ.5)નાઓ ઓરડી નજીક ચણાનો ઓળો શેકી ખાઈ રહ્યા હતા.તેવા સમયે અચાનક પાછળથી આવેલ સિંહણે ધવલને થાપામાં બચકું ભરી બાજરીના ખેતરમાં ખેંચી ગઈ હતી.

        પોતાની નજર સામે માસુમ દીકરાને સિંહણ દ્વારા અચાનક હુમલો કરાતા માતા દીપિકાબેને બૂમાબૂમ કરી મૂકી હતી.જેથી આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.અને ધવલને બચાવવાની કોશિશ કરી હતી.જોકે ગ્રામજનો દોડી આવતા સિંહણ ધવલને છોડી બાજરીના ખેતર માંથી ભાગી ગઈ હતી.આ ઘટના બાબતે ત્યાંના સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ ખાતા તથા ચલાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.અને તાત્કાલિક જંગલ ખાતાના કર્મચારીઓ તથા પોલીસના માણસો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.પરંતુ સિંહણે ધવલને શરીરે ઠેક-ઠેકાણે બચકા ભરતા મોત નીપજ્યું હતું.અને લાશ મળી આવી હતી.બીજી બાજુ ચલાળા પોલીસ તથા જંગલ ખાતાએ સિંહણને પકડવા પાંજરા મુકતા સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે.જોકે એક માસ અગાઉ જુનાગઢ બાજુ સુખસર તાલુકાના રાવળના વરૂણા ગામના એક ભાગીયા તરીકે રહેતા ખેત મજૂરના પુત્રનું પણ જંગલી હિંસક પ્રાણી દ્વારા મોત નીપજાવવામાં આવેલ હોવાનો બનાવ પણ બનવા પામ્યો હતો.અને આજ વિસ્તારના ખેત મજૂરના બાળકને સિંહણ દ્વારા મોત નીપજાવવાનો બીજો બનાવ છે.

        ઉપરોક્ત બાબતે મૃતક ધવલભાઈના પિતા ઈશ્વરભાઈ રામાભાઈ કટારા રહે.ઘાણીખુટ નાઓએ ધારી તાલુકાના ચલાળા પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ખાતામાં જાણ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Share This Article