રાજેશ વાસવે :- દાહોદ
દાહોદ ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો મેઈલ,કોર્ટ સંકુલમાં દોડધામ.!
કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી BDS, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમોનું સર્ચ ઓપરેશન,
કલાકોની તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળતા હાશકારો.!
કોર્ટ સંકુલની બહાર લોકોના ટોળા જામતા ઉત્તેજના ફેલાઈ : દિવસ દરમ્યાન કોર્ટની કાર્યવાહી ઠપ્પ રહી
દાહોદ તા.૦૯
દાહોદની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યાે મેઈલ કોર્ટના એડમીન એકાઉન્ટ પર આવતાં થોડીકવારમાં પોલીના ધડા કોર્ટ પરિસરમાં દાખલ થતાં કોર્ટ સંકુલમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતાં. જે બાદ કોર્ટ બિલ્ડીંગને ખાલી કરી બીડીએસ તેમજ ડોગસ્કોર્ડ સહિતની ટીમો કોર્ટ સંકુલમાં આવી હતી અને બિલ્ડીંગમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોર્ટના પટાંગણમાંજ ગેટ બંધ કરી દેતાં કોર્ટની બહાર વકીલો, અરજદારો સહિતના ટોળા ભેગા થયાં હતાં. પોલીસે કોર્ટની બહાર પણ બંદોબસ્ત મુકી કોર્ટમાં અવર જવર પર પ્રતિબંધ મુકી દીધો હતો. કલાકોની સર્ચ ઓપરેશન બાદ કસુ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ સહિત કોર્ટ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો. આ મામલે એનઓસી લીધાં બાદ કોર્ટ સંકુલમાં વકીલો અને કોર્ટના સભ્યોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
દાહોદ સહિત રાજ્યભરની અલગ અલગ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં બોમ્બ મુક્યો હોવાની ધમકીભર્યાે મેઈલ કોર્ટના ઓફીશીયલ એકાઉન્ટ પર મળતાં રાજ્યભરની કોર્ટમાં આજે કોર્ટ કાર્યવાહી બંધ કરવાની ફરજ પડી હતી સાથે પોલીસ કાફલા કોર્ટમાં પ્રવેશી સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. આ તરફ દાહોદની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કોર્ટ બિલ્ડીંગ ખાલી કરાવવાની ફરજ પડી હતી. જે બાદ દાહોદ પોલીસની બોમ્બ ડિફ્યુઝીંગ સ્કોવર્ડ, ડોગ સ્કોવર્ડ, એલસીબી, એસઓજી તેમજ વિવિધ પોલીસ મથકની ટીમો ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ થઈ હતી. આ મેસેજના પગલે પોલીસે અગમચેતી માટે કોર્ટ પરિસરના ગેટ બંધ કરી અવરજવ પ્રતિબંધિત કરી દીધી હતી ત્યાર બાદ આસપાસના વિસ્તાર સીલ કરી સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હતી જાેકે સર્ચ ઓપરેશનના અંતે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળી આવતાં પોલીસ હાશકારો અનુભવ્યો હતો. આજે આ મેસેજના પગલે કોર્ટની કાર્યવાહી સંપુર્ણપણે ઠપ્પ રહેવા પામી હતી. કોર્ટની બહાર વકીલોની ફોજ, અરજદારો તેમજ અન્ય આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને અંદર શુ ચાલી રહ્યું છે તે અંગેની ઉત્તેજના ફેલાઈ હતી. પરંતુ સંપુર્ણ ચકાસણી કર્યા બાદ દાહોદ ડિવીઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં બોમ્બ મુક્યો હોવાની વાત માત્ર અફવા છે. લોકોએ શાંતિ જાણવવી જાેઈએ અને આવા પ્રકારની અફવાથી દુર રહેવું જાેઈએ અને તેમને કોઈ આવો મેસજ કે કોઈ પ્રકારની માહિતી જાણવા મળે તો દાહોદ પોલીસનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.
