બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તથા આફવા સબ સેન્ટર ખાતે “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ”અંતર્ગત ટી.બીના શંકાસ્પદ દર્દીઓની એક્સ-રે તપાસ હાથ ધરાઈ*
સુખસર,તા.14

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સુખસર તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુખસર સી.એચ.સી ના સબ સેન્ટર ખાતે 12 ફેબ્રુઆરી 26 ના રોજ ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકાસ્પદ 200 જેટલા દર્દીઓની એક્સ-રે તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી પહાડિયા, ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ અમલિયાર તેમજ આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. તેજસ રાણા અને ડૉ.હિમાની બેનના મૂલ્યવાન માર્ગદર્શન હેઠળ પોર્ટેબલ એક્સ-રે રિપોર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં જુદી-જુદી કેટેગરીના કુલ 200 દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા.આ સઘન કાર્યક્રમમાં માત્ર ટી.બી જ નહીં પરંતુ લાભાર્થીઓના સર્વાંગી આરોગ્યને ધ્યાનમાં રાખીને ઊંચાઈ મ,વજન અને એન.સી.ડી ના કુલ 200 દર્દીઓ (બિન-ચેપી રોગો)માટેનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.
