રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો, 150થી વધુ કલાકારોની ઉત્સાહભેર ભાગીદારી
દાહોદ તા. ૧

દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે એક ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગરના સહયોગથી આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તા. 31/01/2026ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો.


આ મહોત્સવમાં દાહોદ જિલ્લામાંથી અંદાજે 150 જેટલા કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં 8 નૃત્ય મંડળીઓ તેમજ 4 લોકગીત, દેશભક્તિ ગીત અને ભજન મંડળીઓએ પોતાની કલાત્મક રજૂઆતો આપી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. ભાગ લેનાર તમામ કલાકારોને સંસ્થા તરફથી પ્રમાણપત્ર, મોમેન્ટો અને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા.


આ સાંસ્કૃતિક મહોત્સવનો મુખ્ય હેતુ આદિવાસી સંસ્કૃતિ લુપ્ત ન થાય અને તેમની કલા, નૃત્ય, ગીત-સંગીતનો વારસો જળવાઈ રહે તે હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. પધારેલા મહેમાનોનું સંસ્થા પ્રમુખ રાજેશભાઈ ભાભોર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં કલાકારોને પ્રોત્સાહન આપવા આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો.મુ
ખ્ય મહેમાનો અને ઉપસ્થિત આગેવાનો:
દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી
દાહોદ જિલ્લા મહામંત્રી શ્રી અભિષેક મેડા
તાલુકા પંચાયત પ્રમુખ માતા ભાઈ કિશોરી
ઉસરવાણ ગ્રામપંચાયત સરપંચ અનિલભાઈ કિશોરી
રોટરી ક્લબ પ્રમુખ ડો. નરેશભાઈ ચાવડા
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ મંત્રી દિનેશચંદ્ર બારીયા (ગુરુજી)
ભવન ટ્રસ્ટી ડો. કે. આર. ડામોર
જિલ્લા શિક્ષણ નિરીક્ષક સુરેશભાઈ મેડા
જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ ડાભી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડો. ભવના બેન પલાસ
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝાલોદ શ્રીમતિ રોશનીબેન બિલવાલ
નિવૃત સેલ્ટેક્સ્ટ ડેપ્યુટી કમિશનર કુંજલતા બેન પરમાર
શોભના બેન ડામોર, લાલાભાઈ ડામોર, નયનભાઈ ખપેડ
રાકેશભાઈ મકવાણા, વિનોદચંદ્ર ભાભોર, વીરેન્દ્ર ભાભોર
રાજુભાઈ વસૈયા, અમિતભાઈ રાઠોડ, આતુલભાઈ બારીયા
ટ્રસ્ટ મંત્રી નરેન્દ્ર ડાંગી, સહમંત્રી કાલસિંગ ભાભોર
ટ્રસ્ટી ડો. હેમશુ પરમાર, રાજેશ વસાવે, સેજલબેન નિનામા સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતા.
કાર્યક્રમનું સંચાલન સરસ્વતી બેન દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ ટ્રસ્ટી ડો. હિમાંશુ પરમાર દ્વારા કરવામાં આવી.

આ પ્રસંગે Blind સ્કૂલ છાપરીના વિદ્યાર્થીઓએ ભજન અને સંગીત દ્વારા અનોખી રજૂઆત કરી લોકોનું મન જીતી લીધું. આદિવાસી નૃત્ય મંડળીઓએ તલવાર નૃત્ય, શાળા નૃત્ય અને માદલ નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં રંગત ભરી.


અંતમાં, આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ ભાભોર દ્વારા તમામ કલાકારો, મહેમાનો અને સહયોગ આપનાર બિરસા મુંડા સમાજ ભવનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું
