બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના મારગાળા ગામના પચોર ફળિયાનો 45 વર્ષિય વ્યક્તિ ગુમ થતા સુખસર પોલીસમાં જાણ કરાઇ*
*ચાર દિવસથી ગુમ વ્યક્તિની શોધખોળ બાદ કોઈ ભાળ નહીં મળતાં સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ*
સુખસર,તા.30
સુખસર તાલુકાના મારગાળા ગામના પચોર ફળિયામાં રહેતા 45 વર્ષીય વ્યક્તિ 26 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ઘરેથી ગુમ થઈ જતા તેની ગુમશુદા વ્યક્તિની પત્નીએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના મારગાળા ગામના પચોર ફળિયામાં રહેતા મતાભાઈ ધનાભાઈ(ભાભોર ઉંમર વર્ષ આ. 45) નાઓ ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓ 26 જાન્યુઆરી 2026ના રોજ સાંજના સમયે હિંગલા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલ હતા.જ્યાંથી રાત્રિના બાર વાગ્યાના અરસામાં પરત ઘરે આવી પોતાના મકાનના ઓટલા ઉપર રાત્રિના સમયે ઊંઘ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારના છ વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જાગતા જોયેલ તો માતાભાઈ ભાભોર જોવા મળેલ નહીં.અને સમય થવા છતાં પરત ઘરે નહીં આવતા તેમની આસપાસમાં શોધખોળ કરવામાં આવેલ તેમ છતાં તેમની કોઈ ભાળ મળેલ ન હોય સગા સંબંધીઓ તથા પરિચિત લોકોમાં પૂછપરછ કરતા મતાભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો.જેથી આજ રોજ ગુમશુદા માતાભાઈ ભાભોરના પત્ની પુનીબેન માતાભાઇ ભાભોરે પોતાના પતિ ચાર દિવસથી ગુમ હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવાનું જાણવા મળે છે.
વધુમાં જણાવ્યું છે કે મતાભાઈ ભાભોર ની ઉંમર 45 વર્ષ જેટલી છે.તેમજ તેમની ઊંચાઈ સાડા પાંચ ફૂટ,મધ્યમ બાંધો અને શરીરે ઘઉં વર્ણ છે.તેમજ તેઓ કમરથી થોડા ત્રાસા છે.તેઓ ઘરેથી નીકળ્યા તેવા સમયે કાળા કલરનું જાકીટ,ભૂરા કલરનું પેન્ટ તેમજ ચેક્સ કલરનું લાઇનિંગ શર્ટ પહેરેલ હોવાનું જણાવ્યું છે. જે કોઈને પત્તો મળે તેઓએ મોબાઈલ નંબર 90237 37 424 ઉપર અથવા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે.
