બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના ડબલારાની 15 વર્ષીય કિશોરીએ સોનાના દોરાના મોહમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું?*
*પરિવારમાં લગ્ન પ્રસંગમાં સોનાનો દોરો પહેરવા કિશોરીએ હઠ લીધી પરંતુ મજબૂર પિતાએ નાણાની સગવડ નહી હોવાનું જણાવતા પગલું ભર્યું હોવાનુ પરિવારજનોની કેફિયત*
સુખસર,તા.30
ચિત્ર વિચિત્ર કિસ્સાઓથી ભરપૂર એવા સુખસર તાલુકામાં અકસ્માત,આત્મહત્યા,શંકાસ્પદ મોત મારામારી,અપહરણ જેવા સમયાંતરે વિવિધ ગુન્હાહિત બનાવો બની રહ્યા છે.અને આવા બનાવો બન્યા બાદ પીડિત લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા હોય છે.જે પૈકી કેટલાક ગુનાઓની તટસ્થ તપાસ કરી ગુનાખોરી અટકાવવા પ્રયાસ થવો જોઈએ તેમાં ઉણપ જોવા મળે છે. અને કેટલાક શંકાસ્પદ કિસ્સાઓના ભેદ વર્ષો બાદ પણ નહીં ખુલતા દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓ કરતાં સુખસર તાલુકો ખાસ કરીને શંકાસ્પદ ગુન્હાહિત બનાવોમાં અગ્રેસર હોવાનું જોવા મળે છે. જેમાં વધુ એક બનાવો ગતરોજ ડબલારા ગામે બનવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ ડબલારા ગામના ઘાટી ફળિયામાં રહેતા શૈલેષભાઈ બારીયા ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવે છે. જેઓ મોટાભાગે સહ પરિવાર બહારગામ મજૂરીની શોધમાં જાય છે.ત્યારે થોડા સમયથી પરિવાર સાથે બહારગામ મજૂરી કામે ગયેલ હતા. અને પરિવારમાં લગ્ન પ્રસંગ હોય સહ પરિવાર બે દિવસ અગાઉ ઘરે આવ્યા હતા.ત્યારે શૈલેષભાઈ બારીયાની પુત્રી નયનાબેન(ઉંમર વર્ષ.15)ની એ તેના પિતા શૈલેષભાઈ ને જણાવેલ કે, આપણા પરિવારમાં લગ્ન પ્રસંગ છે, અને મારે સોનાનો હાર પહેરવો છે તમો મને લાવી હાર લાવી આપો.તેમ જણાવતા શૈલેષભાઈએ જણાવેલ કે,હાલમાં સોનાના ભાવ પણ વધારે છે.અને આપણા પાસે પૈસાની સગવડ નથી.અને નાણાંની સગવડ થશે ત્યારે તને હું સોનાનો દોરો લાવી આપીશ તેમ જણાવેલ.જ્યારે ગુરૂવારના રોજ શૈલેષભાઈના પરિવારમાં કન્યાના લગ્ન પ્રસંગ હોય જાન આવેલ હતી.અને ઘરના સભ્યો લગ્ન પ્રસંગમાં ગયા હતા.જ્યારે નયના લગ્નમાં ગઈ નહી જતા ઘરે રહી હતી.ત્યારે નયનાને સોનાનો દોરો નહીં મળતા મનમાં લાગી આવતા ઘરે એકલતાનો ગેરલાભ લઈ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ધાબાના હુક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
ત્યારે ઘરના સભ્યોએ ઘરે આવી દરવાજો ખોલતા નયનાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા નજરે પડી હતી.જેથી નીચે ઉતારી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.તાત્કાલિક એમ્બ્યુલન્સ બનાવ સ્થળે પહોંચી જઈ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ નયનાબેનની તપાસ કરતાં મરણ ગયેલ હોવાનું જણાયેલ. ત્યારબાદ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આમ પરિવારમાં લગ્ન પ્રસંગ સમયે સોનાનો દોરો પહેરવાની હઠ લઈ બેઠેલી કિશોરીની માંગણી નહીં સંતોષાતા ગળેફાંસો ખાઈ મોતને વાહલુ કરતા લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત ઘટના બાબતે મૃતક નયનાબેનની માતા મંજુલાબેન શૈલેષભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતાં પોલીસે પંચનામા બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી જાણવાજોગ નોંધ લઈ એ.ડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
