રાજેશ વસાવે :- દાહોદ
શેરડીનું રસ પીવામાં મસગુલ નિવૃત ક્લાર્કને લાગ્યો 2.75 લાખનો ચુનો..
દાહોદમાં બાઈક પર આવેલા ગઠિયાઓએ મોટરસાયકલના ડીકીમાંથી 2.75 લાખની કરી ચીલઝડપ..
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસ તપાસમાં જોડાઈ..
વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટ જોડે બની ઘટના,
પોલીસે ગઠિયાઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસો હાથ ધરી..
દાહોદ તા. ૩૦

દાહોદ શહેરના ટ્રાફિક થી ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં4 ધોળે દિવસે ચીલ ઝડપની ઘટનાને પગલે પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.દાહોદના ધારાસભ્યની મંડળીના નિવૃત ક્લાર્કના રૂપીયા ૨.૭૫ લાખની રોકડ રકમને મોટરસાઈકલ આવેલા ગઠીયાઓએ નજર ચુકવી મોટરસાઈકલની ડિક્કીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૨.૭૫ની ચીલઝડપ કરી ગઠીયાઓ ફરાર થઈ જતાં વિસ્તારમાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે ગઠીયાઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

દાહોદ શહેરમાં ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સ્ટેશન રોડ ચાર થાંભલા વિસ્તારમાં આજરોજ બપોરના એક વાગ્યાના આસપાસની બનેલ ઘટનાએ સૌ કોઈને સ્તબ્ધ કરી મુક્યાં છે જેમાં વર્તમાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળી પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાથીવાડાના ના એકાઉન્ટન્ટ અને ગરબાડા આશ્રમ શાળાના નિવૃત કલાર્ક વાઘજીભાઈ પરમાર બનાવના કલાકો પહેલા દાહોદની બેન્ક ઓફ બરોડા બેન્કમાં મંડળીનો ચેક મારફતે વટાવેલા 2.65 લાખ તેમજ એટીએમમાંથી કાઢેલા 10 હજાર મળી રૂપીયા ૨.૭૫ લાખ લઈ દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે શેરડી રસઘર પર રોકાયા હતાં.અને જ્યાં મિત્ર જોડે શેરડીનો રસ પી રહ્યાં હતાં.તેઓના રોકડા રૂપીયા ૨.૭૫ લાખ મોટરસાઈકલની ડિક્કીમાં થેલીમાં મુકી રાખ્યાં હતાં. શેરડીનો રસ પીવામાં મસગુલ નિવૃત ક્લાર્કના રોકડા રૂપીયા ૨.૭૫ લાખ લઈ મોટરસાઈકલ પર આવેલા ગઠીયાઓએ રોકડા રૂપીયાનો હાથફેરો કરી લઈ નાસી જતાં એકાએક બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પરંતુ સ્થાનીક લોકો અને પોલીસના હાથે ગઠીયાઓ પકડાય તે પહેલા ગઠીયાઓ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયાં હતાં. પોલીસે બનાવના વિસ્તારવાળા સીસીટીવી કેમેરાના ફુટેજોની ચકાસણી હાથ ધરી છે. ગઠીયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યાં છે અને સીસીટીવી કેમેરાના ફુટેજોના માધ્યમથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગઠીયાઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે આ ચીલઝડપની ઘટનાને પગલે દાહોદ શહેરમાં લોકોમાં એકપ્રકારનો ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. અને તેમાંય ખાસ કરીને બેન્કોમાંથી નાણાંકીય વ્યવહારો કરી આવતાં જતાં લોકોમાં વિશેષ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ લોકો બેન્કમાં નાણાં ઉપાડયાં બાદ અને નાણાં બેન્કમાં જમા કરાવવાની કામગીરી સતર્કતાથી કરતાં જોવા મળ્યાં હતાં.
