ગરબાડા પોલીસે મીનાક્યાર ગામે બંધ મકાનમાંથી એક લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા પોલીસે મીનાક્યાર ગામે બંધ મકાનમાંથી એક લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 

પોલીસે બે લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી.

દાહોદ તા. ૨૯

ગરબાડા પોલીસ મથકના પીઆઇએસ.એમ રાદડિયા ના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી. તે દરમિયાન ગરબાડા પોલીસ ને બાતમી મળી હતી કે મીનાક્યાંર ગામ ખાતે એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડેલ છે જે બાતમીના આધારે ગરબાડા પોલીસે મીનાક્યાંર ગામે વાંકળા ફળિયામાં બંધ મકાનમાં દરોડા પાડ્યાં હતા જેમાં પોલીસને બંધ મકાનમાંથી 528 નંગ ટીન બિયરની બોટલોની 22 પેટીઓ મળી આવી હતી. પોલીસે એક લાખ ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી. માજુભાઈ મંગલાભાઈ મીનામાં તથા અંકિત મજુભાઈ મીનામાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી હતી.. હાલ થોડા સમયમાં હોળીનો તહેવાર આદિવાસી સમાજમાં લગ્નની મોસમજામનાર છે જેમાં બુટલેગરો તગડો નફો રળી લેવા માટે આ વિદેશી દારૂનો જથ્થો છે તે સ્ટોક કરતા હોય છે અને ઊંચા ભાવે આ દારૂનો જથ્થો વેચતા હોય છે પરંતુ ગરબાડા પોલીસ સતર્ક બની છે અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા તમામ અવનવા બુટલેગરોના કીમિયા નાકામ કરી રહી છે અને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

Share This Article