ઝાલોદ તાલુકાના ખરસાણા પુલ નજીક અકસ્માતમાં 112 સેવાની ત્વરિત કામગીરી, બાઈક ચાલકને સ્થળ પર જ મળી સારવાર

Editor Dahod Live
1 Min Read

દક્ષેશ ચૌહાણ :-  ઝાલોદ

ઝાલોદ તાલુકાના ખરસાણા પુલ નજીક અકસ્માતમાં 112 સેવાની ત્વરિત કામગીરી, બાઈક ચાલકને સ્થળ પર જ મળી સારવાર

દાહોદ તા. ૨૬

 ઝાલોદ તાલુકાના ખરસાણા પુલ નજીક એક બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક ચાલક રવિન્દ્ર ભાઈ ચારેલ રહે. લખનપુર પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા બાઈક સાથે બેથી ત્રણ વાર પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો.

 

અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ મળતા જ 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોતાની પાસે ઉપલબ્ધ ફર્સ્ટ એઇડ કિટના આધારે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

112 ટીમ દ્વારા ઝડપી પ્રતિસાદ અને સમયસર આપવામાં આવેલી સારવારના કારણે ઇજાગ્રસ્તની સ્થિતિ વધુ ગંભીર બનતા અટકી હોવાનું જાણવા મળ્યું છે. માનવતાભર્યા અભિગમ સાથે ફરજ બજાવતા 112 ઇમરજન્સી સેવાના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.

 

આ સમગ્ર કામગીરીમાં કટારા જયેશભાઈ (કોલર), મુકેશભાઈ સંગાડા (PC) તેમજ ઋત્વિક ડોડીયાર (પાઈલટ) નિલેશ ભાઈ ચરપોટ (HG) દ્વારા સરાહનીય ફરજ બજાવવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પણ 112 ઇમરજન્સી સેવાની ઝડપી અને સંવેદનશીલ કામગીરીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.

 

અકસ્માત સમયે સમયસર મળતી આવી સેવાઓ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે આ ઘટનાથી ફરી એકવાર સાબિત થયું છે.

Share This Article