*શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર જોબટ ખાતે યોજાયેલ સુંદરકાંડ મંડળમાં સુખસરના શ્રી સન્મુખ સુંદરકાંડ મંડળ પરિવારે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર જોબટ ખાતે યોજાયેલ સુંદરકાંડ મંડળમાં સુખસરના શ્રી સન્મુખ સુંદરકાંડ મંડળ પરિવારે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો*

*સુખસરના શ્રી સન્મુખ સુંદરકાંડ પરિવારને 11 હજાર રૂપિયાનું ઇનામ અપાયું*

સુખસર,તા.26

 શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર જોબટ અલીરાજપુર દ્વારા 27 માં સ્થાપના દિવસ નિમિત્તે સુંદરકાંડ મહાસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુખસરના શ્રી સન્મુખ સુંદરકાંડ પરિવાર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં સુખસર ના શ્રી સન્મુખ સુંદરકાંડ મંડળ દ્વારા પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમાં શ્રી સન્મુખ સુંદરકાંડ પરિવાર સુખસર શ્રી ચમત્કારી બટૂક હનુમાનજી મંદિર દ્વારા 25 જાન્યુઆરી 26 ના રોજ આયોજિત સુંદરકાંડ મંડળમાં અનેક સુંદરકાંડ મંડળોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ પુરસ્કાર રૂપિયા 11,000 નુ રાખવામાં આવ્યુ હતુ. અને આ મહા સંગમ મંડળો પૈકી સુખસર મંડળને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ હોવાનું જાણવા મળે છે.

Share This Article