દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને ઝટકો:ચૈતર વસાવાની હાજરીમાં બે સરપંચો ઝાડુ પકડ્યું, આપના ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ ભાજપને રામરામ કર્યા

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને ઝટકો:ચૈતર વસાવાની હાજરીમાં બે સરપંચો ઝાડુ પકડ્યું, આપના ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ ભાજપને રામરામ કર્યા

દાહોદ તા.24

ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ (આપ) દાહોદ જિલ્લામાં આક્રમક રણનીતિ ભાજપના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પાડવાનું શરૂ કર્યું છે.આ અભિયાન દરમિયાન ભાજપની કાર્યશૈલીથી નારાજ સરપંચોએ કેસરીયો છોડી વિધિવત રીતે ‘ઝાડુ’ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ચૈતર વસાવાની હાજરીમાં પક્ષ પલટો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસિ્થતિમાં આ રાજકીય ફેરબદલ યોજાયો હતો.રોહિત પ્રતાપ નીનામા: સરપંચ, કાળીમહુડી ગામ મનોજભાઈ ભાભોર: મહિલા સરપંચ વાલાબેન ભાભોરનો પુત્ર, લીલવાઠાકોર ગામના બંને નેતાઓએ ભાજપની નીતિઓ અને સ્થાનિક વિકાસના મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પારદર્શક શાસન અને જનસંવાદના અભાવે તેઓએ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.

આપ’ની સંગઠનાત્મક રણનીતિ સફળ

આ પક્ષ પલટા પાછળ આમ આદમી પાર્ટીનું સુચિત આયોજન હોવાનું મનાય છે. જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ડામોરના નેતૃત્વમાં ગ્રામ્ય સ્તરે ચાલી રહેલા સંપર્ક અભિયાનને કારણે ભાજપના પરંપરાગત મતદારો અને સ્થાનિક નેતાઓમાં ‘આપ’ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાનો વધતો પ્રભાવ ભાજપ માટે સીધો પડકાર સાબિત થઈ રહ્યો છે.

ભાજપ માટે ચિંતા અને કોંગ્રેસ હાંસિયામાં

જિલ્લામાં સર્જાયેલી આ પરિસિ્થતિમાં અત્યારે કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાતી નથી, જેને કારણે મુખ્ય જંગ ભાજપ અને ‘આપ’ વચ્ચે ખેલાઈ રહ્યો છે. ચાલુ સરપંચોનું રાજીનામું એ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ ગ્રામીણ સ્તરે બદલાતા જનમતના સંકેત છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નુકસાનની ભરપાઈ કરવા કેવા પગલાં ભરે છે.

Share This Article