રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા ની આંગણવાડીઓ ભાવે નહીં તેવી સુખડી બાળકોને પીરસાય છે
આંગણવાડીઓમાં બનાવેલી સુખડી સુપરવાઇઝ અને સીડીપીઓના ગળે ના ઉતરી જ્યારે વર્કર બહેનોએ સુખડી ખાતા ની સાથે જ થૂંકી નાખી
દાહોદ તા. ૨૦
આંગણવાડીના બાળકો તંદુરસ્ત થાય તે માટે સરકાર દ્રારા પૌષ્ટીક નાસ્તો આપવામાં આવે છે પરંતુ ગરબાડા તાલુકામાં આંગણવાડીમાં નાના ભૂલકાઓને મેન્યુ પ્રમાણે પીરસવામાં આવતા નાસ્તામાં વેઠ ઊતારતું હોવાનું સામે આવ્યું છે બાળકોને મેન્યુ પ્રમાણે અપાતા નાસ્તા માં લોલમ પોલ જોવા મળી રહી છે તંત્ર નિંદ્રાદિન હોય તેમ લાગી રહ્યું છે બાળકો હાજર રહેતા નથી તેમ છતાં હાજરી પૂરવામાં આવે છે
સોમવાર ના દિવસે તાલુકાની અમુક આંગણવાડીઓની મુલાકાત લેતા મેન્યુ પ્રમાણે સવારના સમયે સુખડી થેપલા. મગ દાળ ભાત જેવો નાસ્તો આપવામાં આવતો હોય છે જેમાં સુખડીની વાત કરીએ તો અમુક આંગણવાડી કેન્દ્ર પરથી સુખડીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું
અને તે
સુખડી
સુપરવાઇઝર તેમજ સીડીપીઓને ચખાડતા તેઓના ગળે ઉતરી ન હતી જ્યારે વર્કરોએ અથું..થું… કરીને આંગણવાડીઓમાં બનાવવામાં આવતી સુખડી થૂંકી દીધી હતી.
સીડીપીઓ એ સુખડી ખાધા બાદ આ સુખડી ખાવા યોગ્ય નહીં હોવાની કબુલાત કરી હતી ત્યારે આવી ઢંગ વગરની સુખડી આંગણવાડીના ભૂલકાઓને કેમ પીરસવામાં આવી રહી છે શું આ બધું જોવા વાળું કોઈ નથી આમ તો વાનગી સ્પર્ધા ઓમાં નંબર મેળવવા માટે અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સારું લગાડવા માટે
સારી સારી વાનગીઓ બનાવીને તેનું પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ વાત જ્યારે નાના બાળકોની આવે ત્યારે કેમ ભેદભાવ કરવામાં આવે છે જે એ કડવી વાસ્તવિકતા છે
તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને સારું અને સ્વચ્છ નાસ્તો મળી રહે તે માટેની તપાસ અને દેખરેખ રાખવાની જવાબદારી સુપરવાઇઝર અને સીડીપીઓની હોય છે. પરંતુ આ જવાબદારીમાં પણ સીડીપીઓ અને સુપરવાઇઝર ક્યાંક ને ક્યાંક કાચા સાબિત થઈ રહ્યા છે જ્યારે સીડી પીઓ અમારાથી દરેક જગ્યાએ પહોંચી નથી વળાતું તેવો જવાબ આપે છે અને અમારું કામ તમે પત્રકારો કરી રહ્યા છો જે અમારા માટે સારું છે તેવું જણાવે છે આવા સમયમાં સરકારની સુપોષિત ગુજરાતની નેમ કઈ રીતે પૂરી થશે? કુપોષણમાં રાજ્યમાં દાહોદ જિલ્લો પ્રથમ નંબર છે ત્યારે સરકાર જિલ્લાને સુપોષિત કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સીધી લીટીમાં લાભાર્થીઓ સુધી આ લાભ પહોંચતો તો ન હોવાનું અહીંયા જોવા મળી રહ્યું છે હવે જોવું રહ્યું કે આ સિસ્ટમમાં સુધારો આવશે કે આમને આમ જ ચાલશે તે તો આવનાર સમયમાં ખબર પડશે
જ્યારે પણ પ્રોગ્રામ ઓફિસર તાલુકામાં વિઝીટ કરવાના હોય ત્યારે તેની ખબર અગાઉથી જ કરી દેવામાં આવતી હોય છે જેથી જે તે સેન્ટરો અગાઉથી જ સુશોભિત કરી દેવામાં આવતા હોય છે ઉલ્લેખનીય છે કે બાળકોને તેમના મેનું પ્રમાણેનો નાસ્તો ગુણવત્તા વાળો અને નિયમિત મળવો જોઈએ અને તે મળે છે કે કેમ તેની યોગ્ય તપાસ થવી જોઈએ અને જો આવી લાલાવાડી જોવાય તો ત્યાં કાર્યવાહી થવી જોઈએ
