રાજેશ વસાવે :- દાહોદ
*ઝાલોદ ઘટક -૧ ના આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ ઝાલોદ પોલીસ સ્ટેશન અને બેન્ક ઓફ બરોડાની મુલાકાત લીધી*
દાહોદ તા. ૧૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા આઈ.સી.ડી.એસ. શાખા ઝાલોદ ઘટક-૧ ના સી.ડી.પી.ઓશ્રી નીલુંબેનના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત ૧૪ થી ૧૮ વર્ષની કિશોરી ઓની ઝાલોદ પોલીસ સ્ટેશન તેમજ બેન્ક ઓફ બરોડાની મુલાકાત લેવામાં આવી હતી.
આ નિમિતે ઘરેલું હિસા, દહેજ પ્રથા, સામાજિક શોષણ, બાળ લગ્ન, જાતીય સતામણી, ૧૮૧ હેલ્પ લાઈન વગેરે કાયદાઓ વિષે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. સાથોસાથ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને ગેરફાયદા અંગે પણ કિશોરીને સમજ આપવામાં આવી હતી.
સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે. જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દુષણોમાંથી બચી શકે છે. સરકારશ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટ્રેશન/મહિલા અભયમ હેલ્પલાઈન નમ્બર ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર્સ વગેરેની હેલ્પ કેવી રીતે લેવી તે અંગેની જાણકારી કિશોરીઓને આપવામાં આવી હતી.
બેન્ક કર્મચારી શ્રીઓ દ્વારા કિશોરીઓને બેન્કમાં ખાતું ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે અને બેન્ક દ્વારા ચાલતા ખાતાઓના પ્રકાર સુકન્યા સમૃદ્ધિ યોજના એજ્યુકેશન લોન વગેરેની સમજ આપવામાં આવી હતી.
વધુમાં ઝાલોદ પોલીસ ઇનસન્સપેકટર શ્રી ગામીત,તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત, કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા આવ્યું હતું
આ મુલાકાત દરમિયાન સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી નીલુંબેન, સહિત આગંણવાડી કાર્યકર બહેનો સહિત કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦
