બાબુ સોલંકી :- સુખસર
*સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા’સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત શિબિરનું આયોજન*
*18 જાન્યુઆરી તથા 19 જાન્યુઆરી-2026 ના રોજ સુખસર કૃષિ શાળા ખાતે શિબિર નું આયોજન કરવામાં આવેલ છે*
સુખસર,તા.16
દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા 18 તથા 19 જાન્યુઆરીના રોજ’સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત’હેઠળ સુખસર કૃષિ શાળા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબજ ઉર્જાવાન પ્રેરણાસ્ત્રોત યોગ સેવક શશીપાલજીના માર્ગદર્શન હેઠળ તારીખ 18/1/2026 ના રોજ સાંજના 4 થી 6 કલાકે તથા 19/1/ 2026 ના રોજ સવારના 6 થી 8 કલાક દરમ્યાન દાહોદ જિલ્લાના સુખસર તાલુકા મથકે કૃષિ શાળા મેદાનમાં બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ભાઈ બહેનો સહીત પોતાના પરિવારના સભ્યો લાભ લઈ શકે છે. વધુ માહિતી માટે જિલ્લા યોગ કો. ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી મોબાઈલ નંબર-9662765519 તથા 8200718065 ઉપર સંપર્ક કરી શકે છે.
