રાજસ્થાન-ગુજરાતની ટીંબી ચેકપોસ્ટ પર વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ..
ઝાલોદ તાલુકામાં ના ચાકલિયા પોલીસે આઇસર ગાડીમાંથી રૂપિ ૨૪.૧૫ લાખનો કિંમતના દારૂ-બિયર ઝડપ્યો.
દાહોદ તા. ૨૬
આઈસર ગાડી, મોબાઈલ ફોન વગેરે મળી રૂપિયા ૩૧.૧૭ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયતદાહોદ ચાકલિયા પોલીસે ટીંબી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશથી રૂપિયા ૨૪.૧૫ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભરી અમદાવાદ લઈ જતી આઈસર ગાડી પકડી પાડી એક મોબાઈલ ફોન સહિત રૂપિયા ૩૧,૧૭,૩૬૨ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
હાલ ચાલી રહેલા ક્રિસ્ટમસના તહેવારોને ધ્યાને રાખી દાહોદ પોલીસ દ્વારા પડોશી રાજ્યોમાંથી જિલ્લામાં પ્રવેશવાના તમામ નાકા ખ તેમજ ચેકપોસ્ટો પર સતત નાકાબંધી વધારી દીધી છે અને સઘન ચેકિંગ પ્રક્રિયા સતત પણે ચાલુ છે. તેવા સમયે પ્રોહિબિશન અંગેની પોતાને મળેલ બાતમીને આધારે ચાકલીયા પોલીસે ટીંબી ચેક પોસ્ટ ૫૨ ગઈકાલે રાતે સાતેક વાગ્યાના સુમારે જરૂરી વોચ ગોઠવી આવતા જતા તમામ નાના મોટા વાહનો પર ચાંપતી નજર રાખી રહી હતી. તે દરમિયાન બાકમીમાં દર્શાવેલ મહારાષ્ટ્ર પાસિંગની એમ.એચ. ૧૮બી.એચ-૧૧૪૩નંબરની આઇસર ગાડી આવતા જ પોલીસે ગાડીને આપનો ઇશારો કરી ઊભી રખાવી હતી. અને ગાડી પર ઢાંકેલ લીલા કલરની તાડપત્રી હટાવી તપાસ કરતા ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ગાડીમાંથી રૂપિયા ૨૪,૧૫,૩૬૨ની કુલ કિંમતની ભારતી બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ.૭,૩૪૪ ભરેલ પેટીઓ નંગ-૨૭૦ પકડી પાડી ગાડી ના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મુંડલા જેલ કરણ ગામના અજય સંતોષ રાવતની અટકાયત કરી સદર દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં પહોંચાડવાનો છે, તે બાબતે પૂછપરછ હાથ ધરતા તેને સદર દારુનો જથ્થો મધ્યપ્રદેશના ઇન્દોરથી ભરાવી અમદાવાદના બુટલેગરને ત્યાં પહોંચતો કરવાનો હોવાનું જણાવ્યું હતું જેથી ચાકલિયા પોલીસે આ મામલે આઇસર ગાડીના ચાલક અજય સંતોષ રાવત, ગાડીમાં દારૂ ભરાવી આપનાર, અમદાવાદ દારૂ મંગાવનાર તથા અન્ય એક વ્યક્તિ સહિત કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
