આંતરરાજ્ય ચેક પોસ્ટ પર પોલીસ સતર્ક, કરોડોનો દારૂ ઝડપાયો.  દાહોદ એલસીબી પોલીસે નેશનલ હાઈવે પરથી 1.60 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

આંતરરાજ્ય ચેક પોસ્ટ પર પોલીસ સતર્ક, કરોડોનો દારૂ ઝડપાયો. 

દાહોદ એલસીબી પોલીસે નેશનલ હાઈવે પરથી 1.60 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો..

31મી ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ ઘુસાડવાના બુટલેગારોના મનસૂબા નાકામ..

દાહોદ તા.૨૫

દાહોદ તાલુકામાંથી પસાર થતાં ઈન્દૌર-ગોધરા નેશનલ હાઈવે પરથી દાહોદ એલસીબી પોલીસે એક ટ્રેલર ગાડીમાંથી અધધ.. રૂપીયા ૧,૬૦,૪૦,૪૦૦ના પ્રોહીબીશનના જથ્થા સાથે ટ્રેલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧,૮૧,૩૫,૪૦૦ના જથ્થા સાથે ટ્રેલર ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

       ૩૧મી ડિસેમ્બર આવતાની સાથે દાહોદ જિલ્લા મારફતે ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બની ગયાં છે ત્યારે બુટલેગરનો સામે કાર્યવાહી કરવા અને દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદમાંથી પસાર થતાં ઈન્દૌર-ગોધરા નેશનલ હાઈવે રોડ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રેલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ટ્રેલર ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને ટ્રેલર ગાડીના ચાલક તાજારામ સોનારામ જાટ (ચૌધરી) (રહે.રાજસ્થાન) નાની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રેલર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રેલર ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ. ૧૦૩૯ જેમાં બોટલો નંગ.૨૫૦૫૬ કિંમત રૂપીયા ૧,૬૦,૪૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ટ્રેલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧,૮૧,૩૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article