દાહોદમાં મંદિરમાં દાનના બહાને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પાસેથી સોનાના દાગીના ઉતારી ઠગાઈ પડાવની દુધીમતી નજીક શીતળા માતા મંદિર સામે બે યુવકોએ સોનાની બુટ્ટી અને ચેન લઈ ફરાર, શહેરમાં ફફડાટ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં મંદિરમાં દાનના બહાને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પાસેથી સોનાના દાગીના ઉતારી ઠગાઈ

પડાવની દુધીમતી નજીક શીતળા માતા મંદિર સામે બે યુવકોએ સોનાની બુટ્ટી અને ચેન લઈ ફરાર, શહેરમાં ફફડાટ

દાહોદ તા.૨૫

દાહોદ શહેરના પડાવની દૂધીમતી નજીક શીતળા માતા મંદિર સામે રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢીયાએ પહેરેલા સોનાના દાગીના માથે હાથ મૂકી બે યુવક ઉતરાવી અને નાસી જતા શહેરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવકોના ગયા બાદ વિદ્યાબેનને યુવકો દાગીના લઈને જતા રહ્યાનું ધ્યાને આવતા તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આજરોજ તારીખ ૨૫ મી ડિસેમ્બરના રોજ દાહોદના પડાવની દુધીમતી નદી કિનારે આવેલા શીતળા માતા મંદિર સામે રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોઢીયા સવારના ૧૦:૦૦ કલાકે પોતાના ઘરે હતા ત્યારે બે યુવકો મોટરસાયકલ ઉપર આવ્યા હતા અને ઘરની બહાર બેસેલા વિદ્યાબેનને મંદિરમાં દાન કરવાનું કહી મંદિરમાં ગયા હતા. બે યુવકોએ મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ વિદ્યાબેનના ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમણે પોતાના ખીસ્સામાંથી રૂપિયાની ગડ્ડી કાઢી અને વિદ્યાબેનને જણાવ્યું હતું કે, આ પૈસા સોના સાથે અડાવીએ તોજ પવિત્ર થાય અને ત્યારબાદજ દાન થાય તેમ જણાવતા વિદ્યાબેને પહેરેલી સોનાની કાનની બુટ્ટી સાથે અડાવવાનું કહેતા એક યુવકે તેમના માથા ઉપર હાથ મૂકી અને વિદ્યાબેને પહેરેલી સોનાની બુટ્ટી વિટીઓ અને ગળામાં પહેરેલી સોનાની ચેન ઉતારા વડાવી લઈ જઈ અને બંને યુવકો ફરાર થઈ ગયા હતા ત્યારબાદ વિદ્યાબેનને તેમણે પહેરેલા સોનાના દાગીના કઢાવી બે યુવકો લઇ ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો.

આ ઘટના બનતા વિદ્યાબેને ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા શહેરમાં ભયનું મોજુ છવાયું છે તેમજ મોબાઈલ ઉપર આ સંદેશ ફરતા થયા હતા અને સાવચેતી રાખવાનું જણાવતા હતા.

Share This Article