બાબુ સોલંકી:- સુખસર
*સુખસરમાં ટ્રક-મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત*
*મૃતક યુવાનને માથામાં ગંભીર ઈજા થતા મોતની નીપજ્યું:સ્થળ ઉપર ગાડી છોડી ટ્રક ચાલક ફરાર*
સુખસર,તા.25

સુખસર તાલુકામાં રોજબરોજ વાહન અકસ્માતોમાં મોતને ભેટતા લોકોની સંખ્યા વધતી જાય છે. ગતરોજ લખણપુર અકસ્માતમાં ઝાલોદના બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજવાના ડુસકા સમ્યા નથી ત્યાં જ આજરોજ સુખસરમાં એલપી ટ્રક ચાલકની બેદરકારીથી મોટરસાયકલ સવાર ઉપર ટ્રકના તોતિંગ પૈડાં માથા ઉપર ફરી વળતાં ઘટના સ્થળેજ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસરથી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઈંટ ભટ્ટાની સામે આજરોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં એક યુવાન સુખસરથી પોતાના કબજાની ટીવીએસ મોટરસાયકલ નંબર જીજે-06-સીજી-6493 ઉપર પાડલીયા તરફ જઈ રહ્યો હતો.તેવા સમયે સામેથી આવતી એલપી ટ્રક નંબર-એમપી-14.ઝેડજે-2744 ના ચાલકે પોતાના કબજાની ટ્રકને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સવાર યુવાનને અકસ્માત નોતરતા ટ્રકના તોતિંગ પૈડા યુવાનના માથા ઉપર ફરી વળતા યુવાનનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોતની નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક છોડી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.અકસ્માત માં મોતને ભેટેલ યુવાન ક્યાનો છે તેની ઓળખ થઈ શકી નથી.સુખસર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતક યુવાન ક્યાંનો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
