રાજેશ વસાવે :- દાહોદ
*દેવગઢ બારિયા તાલુકાના પાનમ નદી ઉપર કન્સ્ટ્રકશન ઓફ બ્રિજનું જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર અને સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરાયું ખાતમુહૂર્ત*
*ધાનપુર તાલુકાના પાનમ નદી ઉપર કન્સ્ટ્રકશન ઓફ મેજર બ્રિજનુ જિલ્લા પ્રમુખશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત*
દાહોદ તા. ૨૨

માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અંદાજિત રકમ ૨૧.૬૦ કરોડના ખર્ચે દેવગઢ બારિયા તાલુકાના પાનમ નદી ઉપર કન્ટ્રક્શન ઓફ બ્રિજ પાનમ ઓન બારીયા દહીકોટ બ્રીજનું અને ધાનપુર તાલુકાના પાનમ નદી ઉપર કન્સ્ટ્રકશન ઓફ મેજર બ્રીઝનું સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર અને દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ કહ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પાનમ નદી ઉપર કન્ટ્રક્શન એક્રોશ બ્રિજ ૨૧. ૬૦ કરોડની રકમનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે. અને ધાનપુર તાલુકાના પાનમ નદી ઉપર કન્સ્ટ્રકશન ઓફ મેજર બ્રીઝ ૧૦.૬૬ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.

સાથે જ કહ્યું કે, દેવગઢબારિયા તાલુકાના પાનમ નદી પર બનનારા બ્રિજના કારણે દાહોદ અને પંચમહાલ બંને જીલ્લાના ઘણા બધા ગામોના લોકોને તેનો લાભ મળશે. પાનમ નદી દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકા તથા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની વચ્ચેથી પસાર થાય છે. આ બ્રીજ દે.બારીઆ તાલુકાના બારીઆ દહીકોટ રોડને ગોધરા તાલુકાના દહીકોટ ગામને જોડશે. આ બનવાથી દે. બારીઆ તાલુકાના ૫૦૦૦૦ તથા ગોધરા તાલુકાના ૨૦૦૦૦ લોકોને તેનો લાભ મળશે. આ બ્રીજ બનાવવાથી બંને તાલુકાના લોકોનો સ્થાનિક ધંધો રોજગાર વધશે જેના પરિણામે ગામલોકો તથા બંને તાલુકાના સામાજીક તથા આર્થિક સંબંધોનો વિકાસ થશે.
આ કાર્યક્રમમાં, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન કટારા ,ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા, APMC ચેરમેનશ્રી અમરસિંહ રાઠવા, કાર્યપાલક ઇજનેરશ્રી, ગીતાબેન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, આગેવાનો, વડીલો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000