રાહુલ ગારી ગરબાડા
ગરબાડામાં ફ્રુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું,૧૪ નાસ્તાની દુકામાં તેલ ચેક કરાયું ..
ફ્રુટ વિભાગ દ્વારા નાસ્તા ની દુકાન પરથી 4 કિલો એક્સપાયરીડેટ વાળી સેવનો નાશ કરાયો..
ગરબાડા બજારમાં આકસ્મિક રીતે દાહોદ ક્રુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ખાણીપીણી દુકાનો ચલાવતા વેપારીઓમાં ફફડાટ..
દાહોદ તા. ૨૦
દાહોદ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ૧૪ જેટલી નાસ્તા હાઉસ તેમજ ખાણી પીણીની દુકાનમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કચોરી ભજીયા સમોસા તેમજ જે તેલની બનાવટો ની ચીજ વસ્તુઓ છે તેની ચકાસણી હાથ ધરી હતી તેમજ તેલમાં બનાવવામાં આવતી ખાણીપીણી ના ચીજ વસ્તુઓના તેલનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે વેપારી સારો નફો રળી લેવા માટે સસ્તા ભાવે ખરીદેલા હલકી ગુણવત્તાવાળા તેલનો ઉપયોગ કરતા હોય છે. અરે લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે ચેકિંગ દરમિયાન ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક નાસ્તાની દુકાન પરથી ચાર કિલો જેટલી એક્સપાયરીડેટ સેવ મળી આવી હતી જેનો નાશ કરવામાં આવ્યો હતો.

ફ્રુડ એન્ટ્રી વિભાગ દ્વારા ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારોમાં ખાણી પીણી તેમજ નાસ્તા હાઉસમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરાતા ખાણીપીણી ચીજ વસ્તુની દુકાનો કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.