દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદની સરકારે વિજ્ઞાન કોલેજની વિદ્યાર્થીનીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું..
દાહોદ તા. ૨૦
ઝાલોદ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ, ઝાલોદ માટે અત્યંત ગૌરવની બાબત છે કે કોલેજની વિદ્યાર્થીની ગરાસિયા મિતલ દલસિંગભાઈએ તા. ૨૦-૧૨-૨૦૨૫ના રોજ આયોજિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહ દરમિયાન પોતાની ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ બદલ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
આ પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીની આ સિદ્ધિ કોલેજ તેમજ સમગ્ર ઝાલોદ વિસ્તાર માટે ગૌરવરૂપ બની છે.