રાજેશ વસાવે :- દાહોદ
મંદબુદ્ધિ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, એક લાખનો દંડ,વળતર ચૂકવવા ભલામણ..
દાહોદ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો :પોક્સો કેસમાં આરોપીને આજીવન કેદ!
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના એક ગામે રહેતી સગીરા જે જન્મથી બોલતી ન હતી અને મંદ બુદ્ધિ હતી તેને એક નરાધમે ધમે લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસ દાહોદની સેશન કોર્ટમાં ચાલી જતા જજે બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને આજીવન કરાવાસની સજા સાથે એક લાખના દંડનો હુકમ કર્યો છે.
દાહોદ જિલ્લાના એક ગામે રહેતી સગીરા જે જન્મથી બોલી શકતી ન હતી અને મંદ બુદ્ધિની હતી તેને ભોળવી પટાવી અને તરવાડીયા વજા ગામે રહેતા તેજાબભાઈ છગનભાઈ ડામોર લઈ ગયો હતો સગીરાને તેજાબે એક શાળાના ઓરડામાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાની પોલીસ ફરિયાદ બાદ આ કેસ સ્પેશિયલ જજ પોકસો અને ત્રીજા એડિશનલ સેશન્સ જજ સંદીપસિંહ જી ડોડીયા સાહેબની કોર્ટમાં ચાલતા તેમાં સરકારી વકીલ ટીના સોની ની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપી તેજાબને ભારતીય દંડ સહીતાની કલૂમ અને પોકસો એક્ટ સહિતની કલમો અંતર્ગતુ આજીવન કરાવાસની સજા એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી ની સખત કેદની સજાનો હુકમ કરતા જિલ્લામાં ચકચાર સાથે બળાત્કારી તેજાબ સામે ફિટકાર વર્ષો હતો સજા સાથે એક લાખનો દંડ અને સગીરાના ભવિષ્યને ધ્યાને રાખી અને આર્થિક મદદ થાય ને તેવા હેતુથી સગીરાને રૂપિયા ચાર લાખ ચૂકવવા પણ ભલામણ કરવામાં આવી છે.