રાજેશ વસાવે :- દાહોદ
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 68 અરજદારોને 1.01 કરોડ રૂપિયા પરત કર્યા..
દાહોદ તા.૧૯
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલ ૬૮ અરજદારઓને તેઓના ઓનલાઇન ફ્રોડમાં ગયેલ કુલ રૂપીયા ૧,૦૧,૧૦,૫૧૮ પરત આપતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા જેમાં અરજદારોએ પોતાના લાખો રૂપીયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા હતા ત્યારે દાહોદ જિલ્લા પોલીસવાળા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ દાહોદ પોલીસ દ્વારા આવા સાઇબર ફ્રોડના ગુનાઓને શોધી કાઢવા અને તેમાંય ખાસ કરીને સાયબર ફ્રોડમાં ગયેલ રૂપિયાની રિકવરી કરવાની કામગીરી સાઇબર ક્રાઇમ દાહોદ પોલીસે હાથ ધરી હતી જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ સફળ પણ થઈ છે અને જેમાં પોલીસે સાયબર ક્રાઇમમાં 68 જેટલા અરજદારોએ ગુમાવેલ પોતાના અધધ.. એટલા કુલ રૂપીયા ૧,૦૧,૧૦,૫૧૮ સાયબર ક્રાઇમ દાહોદ પોલીસે રિકવર કર્યા હતા. ત્યારે આ રકમ અરજદારોને પરત મળી રહે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે આજરોજ સાયબર ક્રાઇમ દાહોદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 68 જેટલા અરજદારોને કુલ રૂપીયા ૧,૦૧,૧૦,૫૧૮ પરત આપતા અરજદારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને અરજદારોએ સાઇબર ક્રાઇમ પોલીસનો આભાર માન્યો હતો.