*સુખસર તાલુકાના કુંડલા ગામના 45 વર્ષીય મહિલાએ કેન્સરની બીમારીથી વાજ આવી કુવામાં મોતનો ભૂસકો માર્યો* *28 નવેમ્બર સવારથી મહિલા ઘરેથી ગુમ હતી:ત્રીજા દિવસે કૂવામાંથી લાશ મળી આવી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર તાલુકાના કુંડલા ગામના 45 વર્ષીય મહિલાએ કેન્સરની બીમારીથી વાજ આવી કુવામાં મોતનો ભૂસકો માર્યો*

*28 નવેમ્બર સવારથી મહિલા ઘરેથી ગુમ હતી:ત્રીજા દિવસે કૂવામાંથી લાશ મળી આવી*

સુખસર,તા.30

 સુખસર તાલુકાના કુંડલા ગામના આશરે 45 વર્ષીય મહિલા છેલ્લા દસેક વર્ષથી કેન્સરની બીમારી થી પીડાતા હતા.બીમારીથી વાજ આવેલા મહિલાએ અસહ્ય પીડા માંથી છુટકારો મેળવવા આખરે કુવામાં મોતનો ભૂસકો મારી મોત વહાલું કરતા ગામમાં ચકચાર મચી જવા પામી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

        પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના કુંડલા ગામના ઉંમરીમાળ ફળિયામાં રહેતા સુશીલાબેન હીરાભાઈ ડામોર ઉંમર વર્ષ આશરે 45 નાઓને સંતાનમાં ત્રણ પુત્રો તથા એક પુત્રી છે.સુશીલાબેન છેલ્લા દસેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા.અને તેઓની દવા સારવાર ચાલુ હતી.તેમ છતાં બીમારીમાં કોઈ ફરક પડ્યો ન હતો.અને કેન્સરની બીમારીથી અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા.ત્યારે આ બીમારીથી છુટકારો મેળવવા ના છુટકે સુશીલાબેન ડામોરે આત્મહત્યા કરી લેવા ના નિર્ધાર સાથે 28 નવેમ્બરના શુક્રવારના રોજ સવારના ચારેક વાગ્યે ઘરમાંથી નીકળી કૂવામાં ભુસ્કો મારી મોત વહાલું કરી લીધું હતું.બીજી બાજુ પરિવારજનો સુશીલાબેનની શોધખોળમાં લાગ્યા હતા.પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો.જ્યારે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ત્રીજા દિવસે સુશીલાબેનની લાશ પોતાના કૂવામાં તરતી જોવા મળતા પરિવારજનોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

       ઉપરોક્ત બાબતે સુખસર પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને પંચનામા બાદ લાશને કુવા માંથી બહાર કાઢી લાશના પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી હતી.લાશના પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article