ઝાલોદ વનવિભાગ નોર્મલ રેન્જ ના ફોરેસ્ટર રાજેન્દ્ર એસ. ડામોર, દ્વારા અજગર રેસ્ક્યુ કરવામા આવ્યો.

Editor Dahod Live
1 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ઝાલોદ વનવિભાગ નોર્મલ રેન્જ ના ફોરેસ્ટર રાજેન્દ્ર એસ. ડામોર, દ્વારા અજગર રેસ્ક્યુ કરવામા આવ્યો.

દાહોદ તા. ૩૦

બારીયા નોર્મલ ડિવિઝન નાં તાબામાં આવેલ ઝાલોદ નોર્મલ રેન્જ રાજસ્થાન અને માધ્યપ્રદેશ ને અડીને આવેલી રેન્જ છે. ઝાલોદ રેન્જ મા આજુ બાજુ જંગલ, વિસ્તારમાં નાની મોટી જન જનાવારો નીકળવાની ઘટનાઓ બનતી રહે છે. એવી જ એક ઘટના આજ રોજ તારીખ ૩૦/૧૧/૨૦૨૫, ના રોજ ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે બની હતી, ચિત્રોડીયા મા એક રહેણાક મકાન ની બાજુમાં ૭ થી ૮ ફૂટ લાંબો અજગર નીકળતાં ત્યાંના રહેવાસી એ તાત્કાલિક, ઝાલોદ નોર્મલ રેન્જ ના ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર એસ. ડામોર, ને ટેલિફોનિક જાણ કરતા, તાત્કાલિક તેઓ તેમની ટીમ લઇ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગયા અને તેને પકડી દૂર જંગલ ના વિસ્તાર મા જ્યાં રહેણાંક મકાનો ના હોય એવી જગ્યા પર તે અજગર ને સહી સલામત છોડી દેવામા આવ્યો હતો. આ રીતે અવારનવાર વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારો મા રહેતા લોકો ને તકલીફ ના પડે તેના માટે તેમની ફરજ નિભાવવા તત્પર રહે છે. તેવું રાજેન્દ્ર ડામોર જણાવ્યું હતું.

Share This Article