રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રતનમહાલ જંગલ વિસ્તારમાં ટાઈગરની એન્ટ્રીનો દાવો!વન વિભાગમાં જ મતભેદ,લોકોમાં કુતૂહલ
વરસો બાદ ટાઈગર જોવા મળ્યો હોવાની ઉચ્ચ અધિકારીઓની પુષ્ટિ,
પરંતુ સ્થાનિક વન વિભાગ નકારી રહ્યા છે;
ટાઈગરની હયાતીના દાવા પાછળ ગ્રાન્ટના રાજકારણની ચર્ચા પણ તેજ
દાહોદ તા.19
દાહોદના રતનમહાલ જંગલ વિસ્તારમાં વરસો બાદ બાધ આવ્યો હોવાની પુષ્ટિ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કરતા આ વિસ્તારમાં પુનઃ એક વખત ટાઈગર આવ્યો હોવાની વાતો સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ટાઈગરની દાહોદ રેન્જમાં હોવાની વાતો સ્થાનિક વન વિભાગ નકારી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચઅધિકારીઓ ટાઈગર મધ્યપ્રદેશ અને રતનમહાલના વિસ્તારમાં અવરજવર કરી રહ્યા હોવાની વાતને સમર્થન આપી રહ્યા છે. સાથે જ ટાઈગર ડિસ્ટર્બ ન થાય તેમજ તેના સંવર્ધનમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પૂરતા પગલા લેવાઈ રહ્યા હોવાની વાતો પણ સામે આવી રહી છે. પરંતુ રતન મહાલને અડીને આવેલા અલીરાજપુર જિલ્લાના કઠીવાડાના આસપાસના વિસ્તારના લોકો ફક્ત અને ફક્ત રીછ અને દીપડા હોવાની વાતો સ્વીકારી રહ્યા છે. ટાઈગર કોઈ દિવસ તેમને જોયું ન હોવાની વાતો તેઓ જણાવી રહ્યા છે. જેને લઈને હવે ભારે અસમંજસતા ફેલાઈ રહી છે. સાથે જ આ વિસ્તારમાં વાઘ ન હોવાની વાતો અહીંયા ના પ્રકૃતિ પ્રેમીઓ પણ સ્વીકારી રહ્યા છે. આ સાથે ટાઇગર હોવાની વાતો ફેલાવી રહેલા વન વિભાગ તેમજ તેમના જવાબદાર અધિકારીઓ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં પ્રાણીઓના સંવર્ધન તેમજ તેમના વસવાટ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી તેમાં ખાઈકી કરવાની નિયતથી વાતો ઉડાવી રહ્યા હોવાની આશંકાઓ પણ ફેલાઈ રહી છે. જોકે આ મામલે હવે કોઈ ખુલીને કહેવા તૈયાર નથી. પરંતુ રતન મહાલ વન અભ્યારણમાં મધ્યપ્રદેશના રસ્તે આવેલો બાધ છેલ્લા 9 મહિનાથી આ વિસ્તારમાં વસવાટ કરતો હોવાના દાવા સાથેની વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે. જેને લઈને ભારે કુતૂહલ પણ સર્જાયો છે.
*મધ્યપ્રદેશના ઉજ્જૈન તરફથી ચાર વર્ષ પહેલા ટાઈગર પેટલાવદના રસ્તે ગુજરાત આવ્યો હતો.*
ગુજરાતમાં ટાઈગરની હયાતીના કિસ્સામાં ચાર વર્ષ પહેલા એટલે કે 2021 માં મધ્યપ્રદેશના ઉજ્જૈનના રસ્તે એક ચાર વર્ષનો ટાઈગર ઝાબુઆના પેટલાવદ થઈ ગુજરાતમાં મોમેન્ટ કરી ગયો હોવાનું વન વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું. જે તે સમયે પેટલાવત વન વિભાગ ક્ષેત્રમાં ટાઈગર ની મુવમેન્ટના વિડીયો કેમેરામાં કેપ્ચર પણ થયા હતા. અને મધ્યપ્રદેશના વન વિભાગે ટાઈગર ગુજરાત તરફ ગયું હોવાનું જણાવ્યું હતું..
*અલીરાજપુર જિલ્લાના વન ક્ષેત્રમાં કોઈ ટાઇગર નથી*
દાહોદ જિલ્લાના ધાનપુર રતનમહાલ સેન્ચ્યુરીથી મધ્યપ્રદેશનો અલીરાજપુર જિલ્લો જોડાયેલો છે. ખાસ કરીને અહીંયાના ચંદ્રશેખર આઝાદ નગર ભાભરરા, કઠીવાડા, બિલઘટા, મોતીબર,નાનીબર, કસુંબા, કેવડા,મોરધા, કરેલી મહુડી, ખાતર,કલમાજા, પદોલા, બોલપડી,જોલીયા કદવાલ,આમકૂટ,ડુંગરિયા, સતપાલ અને મેઘાત વગેરે ગામો રતન મહાલ સેન્ચ્યુરીથી ઘેરાયેલા છે. અહીંયા ના સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રીંછ અને દીપડા વસવાટ કરે છે. પરંતુ આજ દિન સુધી ટાઈગર હોવાની હયાતી અમને જોવા મળી નથી. સાથે જ આ વિસ્તારમાં ટાઈગર હોવાની વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે પરંતુ ટાઈગર ન હોવાનું અહીંયા છેલ્લે તપાસમાં સામે આવ્યું છે.
*ટાઈગરની હયાતીના દાવા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્વીકાર્યું, સંવર્ધન માટે કામગીરી શરૂ કરી.*
દાહોદનું સ્થાનિક વન વિભાગ ટાઈગરની હયાતી હોવાનો નકારી રહ્યું છે. પરંતુ ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચઅધિકારીઓ આ દાવાને સ્વીકારી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ટાઇગર છેલ્લા 9 માસથી વસવાટ કરી રહ્યો છે. આ પહેલા પણ ટાઇગરને ખોરાક 4ન મળતા તેનું મોત થયું હોવાથી આ વખતે વન વિભાગ ટાઇગરના સંવર્ધન માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. સાથે ટાઈગર ડિસ્ટર્બ ના થાય તે માટે હજી આ બાબત સાર્વજનિક કરી નથી. સાથે આ વિસ્તારમાં ટાઈગર કાયમી ધોરણે વસવાટ કરે તે માટે ટાઇગરને પ્રિય ખોરાક હિરણ સહિતના જાનવરો આ વિસ્તારમાં મૂકવામાં આવી રહ્યા છે. એક સાથે જ પાણીના હવાડા, તથા ઊંડી ખીણ જેસીબી વડે ખોદવામાં આવી રહી છે.
*ટાઇગર એક દિવસમાં 20 થી 25 કિલોમીટરનું અંતર કાપે છે.*
વન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશથી વિચરણ કરતો ટાઇગર આ વિસ્તારમાં આવ્યો છે. આ વિસ્તારનું જંગલ, અહીંયાની પાણી તેમજ જાનવરોની વ્યવસ્થાને જોઈ ટાઈગરને રતન મહાલ માફક આવી ગયું છે. જેને લઈને ટાઈગર આ વિસ્તારમાં નવ મહિનાથી વસવાટ કરી રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓના જણાવ્યા અનુસાર ટાઈગર ખોરાકની શોધમાં ભૂખ્યો તરસ્યો એક દિવસમાં 20 થી 25 km નું અંતર કાપે છે. અને જો તેને માફક ખોરાક અને પર્યાવરણ ન મળે તો તે મુવમેન્ટ કરી જતો હોય છે. હવે આ વિસ્તારમાં મધ્યપ્રદેશી કોઈ ટાઈગર આવ્યો છે. અહીંયા વસવાટ કરી રહ્યો છે કે કેમ તે અંગે હાલ અસંજસતા છે.
*ટાઈગરની હયાતીના દાવા, સંવર્ધનના નામે ગ્રાન્ટ મેળવવાનો કીમિયો હોવાની આશંકા.?*
કેટલાક જાણકારોના જણાવ્યા અનુસાર કેટલીય વખત વન વિભાગ પ્રાણીઓના સંવર્ધન તેમજ વનવિસ્તારમાં વાઇલ્ડ લાઇફના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી માટે આવા પ્રકારના દાવા કરતા હોય છે. જેનો પાછળનો હેતુ જંગલ વિસ્તારમાં વિવિધ કામો હેઠળ સરકાર પાસેથી ગ્રાંડ મેળવી તે કામોમાં ગેરરીતિ આચરી ખાયકીના ખેલો પણ કરતા હોય છે. કશું આ વખતે પણ આવું જ કંઈક રંધાઈ રહ્યું છે. આવા તમામ પ્રશ્નો હવે જન માનસમાં ઉદ્ભવ પામ્યા છે.
