*સુખસર તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળ અધિકાર સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયુ* *તાલુકાની વાસિયાકુઈ,પાટડીયા તથા ભીતોડી પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળ અધિકાર સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયુ*

*તાલુકાની વાસિયાકુઈ,પાટડીયા તથા ભીતોડી પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

સુખસર,તા.19

   વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના વાસિયાકુઈ ગામની પ્રાથમિક શાળામાં તારીખ 17 નવેમ્બર 2025 તથા પાટડીયા પ્રાથમિક શાળામાં તારીખ 18 નવેમ્બર 2025 તેમજ ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 19 નવેમ્બર 2025 ના રોજ “બાળ અધિકાર સપ્તાહ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ દરેક કાર્યક્રમમાં વાગ્ધારા સંસ્થાના ખંડ સહજકર્તા ગિરીશભાઈ પટેલ દ્વારા બાળકોના ચાર અધિકાર જેમકે, શિક્ષણનો અધિકાર,વિકાસનો અધિકાર,સહભાગીતાનો અધિકાર અને જીવન જીવવાનો અધિકાર બાબતે બાળકોને જાણકારી આપવામાં આવી હતી.

        વાગ્ધારા સંસ્થાના સામુદાયિક સહજકરતા યોગેશભાઈ પારગી દ્વારા દરેક કાર્યક્રમ માં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી બાળકોના હિતમાં જે યોજનાઓ છે તે બાબતે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. જેમકે વ્હાલી દિકરી યોજના,પાલક માતા પિતા યોજના,સંત સૂરદાસ યોજના,આવી તમામ યોજનાઓ બાબતે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.સાથે વાગ્ધારા ના મહિલા સહજકર્તા સુમિત્રાબેન ગરાસીયા દ્વારા બાળકોને પ્રતિજ્ઞા દ્વારા બાળ વિવાહ,બાળ શ્રમ વિરોધ વિશે પ્રતિજ્ઞા લેવડાવવામાં દરેક શાળાના તમામ શિક્ષકગણો એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ સહયોગ આપ્યો હતો.સાથે વાગ્ધારા ના સામુદાયિક સહજકર્તા છગનભાઈ ડામોર દ્વારા બાળકો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળ બનાવવા શાળા પરિવારો તરફથી પણ સારો એવો સહકાર મળ્યો હતો.

Share This Article