સંજેલી વન વિભાગને મોટી સફળતા મળી: પાસ કે પરવાનગી વગરનો લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડી વન વિભાગે ગુનો નોંધ્યો.

Editor Dahod Live
1 Min Read

સંજેલી વન વિભાગને મોટી સફળતા મળી: પાસ કે પરવાનગી વગરનો લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડી વન વિભાગે ગુનો નોંધ્યો.

દાહોદ તા. ૧૭

રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંજેલીને બાતમીના આધારે જસુણી ગામે તપાસ કરતા લાકડા ભરેલો ટેમ્પો મળી આવતા જપ્ત કરી કાર્યવાહી કરાઈ.

જેમાં એક ટેમ્પો અને ડ્રાઇવર સહિત પ પાંચ વ્યક્તિ સાથે 5 કુવાડી અને બે નગ મશીન કબજે કરાયા.

સંજેલી તાલુકાના જસુણી ગામેથી બિનપાસ પરવાનગી વગર બિન અનામત પ્રકારના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડી કાર્યવાહી કરાઈ.

ટેમ્પો નંબર gj 17એક્સ8020 અને ટેમ્પો ડ્રાઇવર સહિત પાંચ જણની વન વિભાગે અટકાયત કરી કાર્યવાહી કરી.

ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો.

વન વિભાગે કાર્યવાહી કરતા બે નંબરના લાકડા ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો.

Share This Article