દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ ની ધાવડીયા ચેક પોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ જીલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર : સધન ચેકીંગ હાથ ધરાઈ
દાહોદ જીલ્લાના ગેસ્ટ હાઉસો ઉપર ચેકીંગ હાથ ધરી સાથે બસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ તેમજ રાત્રી દરમ્યાન શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે
નવી દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના થી આખા દેશમાં ખળભળાટ મચી ગયેલ છે. દેશવ્યાપી એલર્ટના પગલે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળેલ હતી.
દાહોદ તા. ૧૦

દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા ની સુચનાથી દાહોદ જીલ્લા ની આંતરરાજ્ય બોર્ડરો પર સઘન ચેકિંગ હાથ ધરાઇ જેમાં ઝાલોદ ડિવિઝન નાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી આર પટેલ દ્વારા પી.આઈ તેમજ પી.એસ.આઈ સાથે એલસીબી ટીમ અને એસઓજી ટીમ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે રાખી મધ્યપ્રદેશની ચાકલીયા તેમજ રાજસ્થાનની ધાવડીયા ચેક પોસ્ટ પર સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા હોટલો ઢાબા, ગેસ્ટ હાઉસો, બસ સ્ટેશન, મંદિર વિસ્તારોમાં અગત્યની ચોકડીઓ પર આવતા જતા વાહનો પર ચેકીંગ હાથ ધરી આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહેલ હતા તેમજ ક્યાંથી આવી રહેલ છે ,ક્યાં જાય છે જેવા પ્રશ્નો પણ પૂછવામાં આવી રહેલ હતા. જીલ્લા પોલીસ તંત્ર દ્વારા હાલ દરેક વિસ્તારોમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ પર સત્ત નજર રાખી તેઓ પાસે રહેણાંકના દસ્તાવેજી પુરાવાઓ અને તેઓની ગતિવિધિઓ પર સત્ત નજર રાખી રહેલ છે. જીલ્લા પોલીસ તંત્ર દ્વારા રાત્રી દરમ્યાન ઝિણવટભરી તપાસ આદરી હતી તેને લઈ નગરજનો એ પણ દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ તંત્ર એક્શન માં આવ્યું છે.
બાઈટ:- ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી આર પટેલ