રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ રેલવે સ્ટેશને મળેલા મ.પ્ર.ના બાળકને ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત સોંપાયો
કોલ મળ્યાની 3 જ મિનિટમાં 112ની ટીમ રેલવે સ્ટેશને ધસી ગઇ
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં31 ઑગસ્ટથી શરૂ ડાયલ 112 જનરક્ષક સેવા જનતાની સુરક્ષા માટે અવિરત સેવા આપી રહી છે. તા.9 રવિવારે સવારે 9.42 વાગ્યે રેલવે પોલીસ સ્ટેશન પાસે એક બનાવ સામે આવ્યો. 112 કંટ્રોલ રૂમ પર રેખાબેન વિનેશભાઈ વણકર તરફથી કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં એક અજાણ્યો છોકરો મળી આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. જેમાં કોલ મળતાની સાથે જ 112ની ટીમે તુરંત ઘટનાસ્થળ માત્ર 3 મિનિટમાં, એટલે કે સવારે 9:45 વાગ્યે, સ્થળ પર પહોંચી જતા છોકરાએ પોતાનું નામ નૈતિક એલકાર, વતન ગામ રૂતભવર, તાલુકો છોટા ગોલવાડ, જિલ્લો શાજાપુર (મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. 112ની ટીમે માનવીય અભિગમ સાથે ત્વરિત અને આવશ્યક કાર્યવાહી પૂર્ણ કરીને આ છોકરાને સુરક્ષિત રીતે રેખાબેન વિનેશભાઈ વણકર (CWC સભ્ય સચિવ, ચિલ્ડ્રન હોમ, દાહોદ)ને સોંપી દીધો હતો.