દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ ની ચુંટણી યોજાઈ ભાજપ ને મળ્યો ઝટકો ભાજપ શાસિત પાલિકા અપક્ષ ના હવાલે પ્રમુખ પદે ભાજપમાં થી બળવો કરનાર નીલ સોની બન્યો પ્રમુખ .
ભાજપ ના પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થયા પછી બળવાખોર બન્યો પ્રમુખ
ભાજપ માંથી બળવો કરનાર સભ્યો તેમજ અપક્ષ ના સભ્યો મળી પ્રમુખ બનાવાયો.
ભાજપ ના હાથમાંથી અપક્ષો એ પાલિકા આંચકી લેતા ભાજપ ને ઝટકો.
દાહોદ તા. ૧૦ 
દેવગઢ બારીઆ નગરપાલિકા ની ચૂંટણી સાત માસ અગાઉ યોજાઈ હતી જેમાં ભાજપ ની બહુમતી થતા ભાજપ પાર્ટીના પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ટૂંકા સમય ગાળામાં જ અપક્ષ ના સભ્યો સાથે ભાજપના બળવાખોર સભ્ય તેમજ કોંગ્રેસના સભ્યોએ સાથે મળી ભાજપના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત મુક્તા તે પસાર થઇ હતી ત્યાર પછી આજરોજ પ્રમુખની ફરીથી ચૂંટણી યોજાતા જેમાં ભાજપમાંથી બળવો કરનાર નીલ સોની પ્રમુખ બનતા ભાજપના હાથમાંથી નગરપાલિકા આંચકી લેતા અપક્ષો
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ નગર પાલિકા ની ચુંટણી આઠ માસ અગાઉ યોજાઈ હતી જેમાં પાલિકા ની ૨૪ બેઠકો માંથી ૧૩ ભાજપ ૮અપક્ષો તેમજ ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ ના ઉમેદવારો ની જીત થતા ભાજપ પક્ષના 13 સભ્યોની બહુમતી હોવાથી સર્વ સંમતિથી ભાજપના ધર્મેશ કલાલને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યાર પછી તેના સાત માસના ટૂંકા શાસનમાં આઠ અપક્ષ તેમજ કોંગ્રેસના બે સભ્યો મળી નગરના વિકાસના કામો જેવી બાબતોને લઈ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં ભાજપમાં છ સભ્યોએ ભાજપનો છેડો ફાડી બળવો કરી અપક્ષો સાથે હાથ મિલાવી ભાજપની સામે પડતા અપક્ષ ભાજપ ના બળવાખોર તેમજ કોંગ્રેસ મળી કુલ ૧૬ સભ્યો એ અવિશ્વાસ ની દરખાસ્ત ને ટેકો આપતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ધર્મેશ કલાલ નુ પ્રમુખ પદે છીનવાઈ જતા ભાજપ ના બળવાખોર છ સભ્યો ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી હવે પછીના પ્રમુખ કોણ જેવી અનેક અટકળો એ એ જોર પકડ્યું હતું ત્યારે આ પ્રમુખ ની ચુંટણી ની તારીખ નક્કી થતા આજરોજ ચૂંટણી અધિકારી દેવગઢ બારિયા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ ભાજપ માંથી બળવો કરનાર છ સભ્ય સહિત આ પક્ષના આઠ તેમજ કોંગ્રેસના બે સભ્ય મળી કુલ ૧૬ સભ્યો નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાર પછી ભાજપના સાથ અને કોંગ્રેસનો એક સભ્ય મળે કુલ આઠ સભ્ય નગરપાલિકા હોલ ખાતે આવી પહોંચતા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ૧૧ કલાકે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પાર્ટી દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ પ્રમુખ ધર્મેશ કલાલ ને પાર્ટી એ ફરીથી તેમના નામનું મેન્ડેટ આપ્યું હતું જેને લઈ ધર્મેશ કલાલે પ્રમુખ ની ઉમેદવારી નોંધાવતા તેની સાથે મળી કુલ 8 સભ્યોએ તેની ફેવરમાં મતદાન કર્યું હતું જ્યારે અપક્ષ માંથી ભાજપમાંથી બળવો કરનાર નીલ સોની એ પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવતા તેની તરફેણમાં સોળ સભ્યોએ મતદાન કરતા તેને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા આમ ભાજપ સાથે પાલિકા માં ભાજપના જ બળવા ખોરો એ ભાજપના હાથમાંથી નગરપાલિકા આંચકી લીધી હોય તેમ જોવા મળ્યું ત્યારે વિજેતા થયેલા પ્રમુખ નીલ સોની ને ભાજપ પાર્ટી માંથી બરતરફ કર્યા હોવા છતાં પણ તેઓ એ પોતે ભાજપ ના ગુણ ગાતા જોવા મળ્યા હતા અને ભાજપની સાથે રહી વિકાસના કામો કરવાની વાત કરતા ભાજપ દ્વારા બળ તરફ કરાયેલા આ સભ્યોને ફરીથી પાર્ટીમાં લેશે કે પછી તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરશે ભાજપ બે ધારી નીતિ અપનાવશે કે કેમ જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે આમ પાલિકા પ્રમુખ કોણ બનશે જેવી અટકળો નો આજે અંત આવ્યો હોય તેમ જોવા મળ્યું.