દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરના ઝાલા વસૈયા ચોક ખાતે પૂર્વજોની સ્મૃતિમા દેવદિવાળી પર પૂજા અર્ચન કરવામાં આવ્યું
ડબગરવાસ તેમજ જુની મામલતદાર કચેરીએ પણ પૂજન કરવામાં આવ્યું
દાહોદ તા. ૬
ઝાલોદ નગરના ઝાલા વસૈયા ચોક ખાતે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા પ્રતિવર્ષ પોતાના પૂર્વજોને આ દિવસે યાદ કરે છે. આદિવાસી સમાજ દ્વારા દિવાળી પછી ચૌદસ અને દેવદિવાળીના પવિત્ર દિવસે દિવંગત પૂર્વજોને યાદ કરે છે અને તેઓની યાદમાં શીરા પૂજન કરે છે.

લોકમાન્યતા મુજબ આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આદિવાસી સમાજ પોતાના ગામોમાં શીરા પૂજન અને હવન પણ કરતા હોય છે તેમજ માનવામાં આવે છે કે પૂજન વિધિ દરમ્યાન તેઓના પૂર્વજો તેમના શરીરમાં આવી પરિવાર સાથે વાતચીત કરતાં હોય છે. 
આદિવાસી સમાજના વસૈયા પરિવાર પ્રતિવર્ષ ડબગરવાસ અને જુની મામલતદાર કચેરી ખાતે જઈ પૂર્વજો ને યાદ કરતા શીરા પૂજન કરે છે. આદિવાસી સમાજની અનોખી અને આધ્યાત્મિક પરંપરા શીરા પૂજન એક મહત્ત્વ પૂર્ણ પૂજન તરીકે ઉજવવામાં આવે છે. શીરા એટલે પૂર્વજોનુ ઘર જ્યાં પૂર્વજોને યાદ કરી તેઓનું પૂજન કરવામાં આવે છે.