 
				
				રાજેશ વસાવે :- દાહોદ
*ફતેપુરા તાલુકાના સલરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ-મંત્રીની તાત્કાલિક બદલી કરવા સરપંચ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત*
*સલરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ-મંત્રીની અનિયમિતતા તથા સરપંચને મહિનાઓ બાદ પણ ચાર્જ નહીં સોપાતાં રજૂઆત કરાઈ*
*તમો કોઈ પણ જગ્યાએ મારા વિરુદ્ધમાં રજૂઆત કરી શકો છો, અમારી ઉપર કાર્યવાહી કરવાની કોઈની તાકાત નથી તેવા જવાબ આપતા તલાટી કમમંત્રી!?*
સુખસર,તા.31
ફતેપુરા તાલુકાના સલરા ગ્રામ પંચાયતની મહિનાઓ અગાઉ ગ્રામ પંચાયત સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજવામાં આવેલ હતી.જેમાં સરપંચ તરીકે મંગળીબેન રામજીભાઈ ડામોરનાઓ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે આ ગ્રામ પંચાયતમાં વનિતાબેન બારીયાનાઓ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે.જેમાં તલાટી કમ- મંત્રી ગ્રામ પંચાયત ખાતે મહિનામાં માત્ર બે દિવસ હાજર રહેતા હોવાનું અને ચૂંટણીના મહિનાઓ વિતવા છતાં ગ્રામ પંચાયતનો ચાર્જ સરપંચને નહીં સોંપી અન્યાય કરતા હોવા બાબતે સરપંચ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
. સલરા ગ્રામ પંચાયતના સરપંચ મગળીબેન ડામોરે રજૂઆતમાં આક્ષેપક કરતા જણાવ્યું છે કે,અમારી સલરા ગ્રામ પંચાયતમાં તલાટી કમ-મંત્રી તરીકે વનિતાબેન બારીયાનાઓ ફરજ બજાવી રહ્યા છે.જેઓ સરકારના નિયમો મુજબ ગામનો જે-તે વિકાસ કરવાનો હોય તે નહીં કરી અમારા સલરા ગામના માજી સરપંચની સાથે રહી તેઓ કહે તે પ્રમાણે પોતાની ફરજ બજાવી રહેલા છે.અને ગ્રામજનોના વિકાસમાં કોઈ પણ પ્રકારે સહયોગ આપતા નથી. તેમજ સલરા ગ્રામ પંચાયતના રેકર્ડ તથા વહીવટનો ચાર્જ તલાટી કમ-મંત્રી તથા વહીવટદાર દ્વારા આજ દિન સુધી અમો સરપંચને ચાર્જ સોંપવામાં આવેલ નથી.તેમજ આ તલાટી કમ-મંત્રી વનિતાબેન બારીયાનાઓ એક મહિનામાં માત્ર બે જ દિવસ સલરા ગ્રામ પંચાયત ખાતે આવે છે.અને અમોએ તલાટી કમ- મંત્રીને જાણ કરતા તેઓ જણાવે છે કે,બે દિવસ સલરા,બે દિવસ નાના સલરા અને બે દિવસ ભૂતખેડી ગ્રામ પંચાયત ઉપર બેસવાનું હોય છે.જ્યારે આ તલાટી કમ-મંત્રી સલરા ગ્રામ પંચાયત ઉપર મહિનામાં મંગળવાર તથા ગુરુવારે આવે છે.અને બીજી પંચાયતો ઉપર જતા નથી.તેની જાણ પણ નાના સલરા તથા ભુતખેડી ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ફતેપુરા તાલુકા ટી.ડી.ઓ ને કરવામાં આવેલ છે.તેમજ અમોએ પણ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચોની મિટિંગમાં નાયબ ડી.ડી.ઓ સાહેબને પણ રજૂઆત કરેલ હોવાનું જાણવા મળે છે.
જ્યારે આ બાબતે સરપંચ દ્વારા ફતેપુરા તાલુકા ટી.ડી.ઓ પૂનમબેન ડામોરને ત્રણથી ચાર વાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તે પ્રત્યે ધ્યાન આપવામાં આવેલ નહીં હોવાનો આક્ષેપ કરી જણાવવામાં આવ્યું છે કે,ફતેપુરા તાલુકા ટી.ડી.ઓ પૂનમબેન ડામોર પણ આ બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જ્યારે તલાટી કમ-મંત્રી વનિતાબેન બારીયા દ્વારા ગ્રામસભામાં પણ ધમકી આપી જણાવવામાં આવે છે કે,તમો કોઈ પણ જગ્યાએ મારા વિરુદ્ધમાં રજૂઆત કરી શકો છો,અમારી ઉપર કોઈની કાર્યવાહી કરવાની તાકાત નથી. જેથી દાહોદ ડી.ડી.ઓશ્રી,દાહોદ કલેકટર,મહેસુલ સચિવ ગાંધીનગર જેવા અધિકારીઓને આ બાબતે ઈમેલ દ્રારા રજૂઆત કરેલ છે.પરંતુ આજ દીન સુધી કોઈ કાયૅવાહી થયેલ નથી.
જેથી સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી છે કે, સલરા ગામના તેમજ નાના સલરા અને ભૂતખેડી ગ્રામ પંચાયતના લોકો સરકારના નિયમો મુજબના ગ્રામ વિકાસના કામોથી વંચિત રહી જાય છે.જેને ધ્યાનમાં રાખી તલાટી કમ-મંત્રી વનિતાબેન બારીયાના ઓની અમારી ગ્રામ પંચાયતો માંથી તાત્કાલિક બદલી કરી નિષ્પક્ષ તલાટી કમ-મંત્રી અમારી ગ્રામ પંચાયતોમાં મૂકવામાં આવે તેવી અમારી રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કાયૅવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
 
										 
                         
                         
                         
                        